________________
૧.૨.૨
૩૧
હવે એકાંતે અનિત્ય માનો તો પણ ઘટમાનતા થઇ શકે એમ નથી. તે આ રીતે – સૌ પ્રથમ તો કર્તા સ્વતંત્ર હોય છે અને તે ‘આ ફળ (કાર્ય) છે, આ તેને લગતી ક્રિયા છે, આ તે ક્રિયાનું કરણ છે, આ કાર્ય સાધવાનો ક્રમ છે, કાર્ય સાધવામાં આટલો વ્યય થાય એમ છે, આ આનુસાંગિક ફળ છે, મારી આ દશા છે, આ મારો મિત્ર અને આ શત્રુ છે. હાલ આ દેશ-કાળ છે આ પ્રમાણે વિચારણા કરતો કુશળ વ્યકિત કાર્યમાં પ્રયત્ન કરી શકે છે, બીજો નહીં.’' આવા (વૈચારિક) સામર્થ્યવાળો અને અન્ય કારકોનો પ્રયોક્તા (પ્રવર્તાવનાર) હોય છે. હવે જો વસ્તુને એકાંતે અનિત્ય માનો તો ઉત્પન્ન થઇને બીજી ક્ષણે જ જે વિનાશ પામે છે તેનામાં ક્રિયા પેદા કરવાનું સામર્થ્ય ન ઘટવાથી તેને કારકપણું જ જ્યાં પ્રાપ્ત નથી, ત્યાં અનેક કારકના સંનિપાતની તો વાત જ ક્યાં કરવી ?. તેથી અહીં નિત્યાનિત્યાત્મક સ્યાદ્વાદ અંગીકાર કરવો, જેથી આ આપત્તિ ન આવે.
(c) (A)સામાનાધિકરણ્ય → ભિન્નપ્રવૃત્તિનિમિત્તક એવા શબ્દોનું એક અર્થમાં વર્તવું તેને સામાનાધિકરણ્ય કહેવાય. જેમકે – ‘નીત્યું મહ્તમ્'. અહીંનીત્ત શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત નીલ ગુણ છે, જ્યારે મત્ત શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત કમલત્વ જાતિ છે. આમ બન્ને શબ્દના પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોવા છતાં બન્ને શબ્દ ‘કમળ’ અર્થના વાચક છે. નૌત શબ્દ પણ નીલગુણવિશિષ્ટનો (કમળનો) વાચક છે અને મત શબ્દ પણ કમળ પદાર્થનો વાચક છે. આમ નીત્વ અને મન શબ્દ વાચ્યતા સંબંધથી કમળપદાર્થમાં રહેતા હોવાથી તે બન્નેમાં સામાનાધિકરણ્ય છે.
હવે નીત અને મત શબ્દને એકાંતે ભિન્ન માનશો તો ઘટ અને ટ શબ્દ એકાંતે ભિન્ન હોવાથી જેમ વાચ્યતા સંબંધથી એક અર્થમાં વર્તતા નથી, પરંતુ ક્રમશઃ ઘટપદાર્થ અને પટપદાર્થમાં વર્તે છે, તેમ નૌત અને મત શબ્દ પણ ‘કમળ’ રૂપ એક અર્થમાં ન વર્તતા ભિન્નપદાર્થમાં વર્તવા રૂપ આપત્તિ આવશે.
શંકા :- નીત અને મન શબ્દને એકાંતે અભિન્ન માનીએ, પછી તો તેઓ એક અર્થમાં વર્તશે ને ?
સમાધાન :- પ્રવૃત્તિનિમિત્ત જો ભિન્ન હોય તો શબ્દ પણ ભિન્ન જ હોય. નીલ ગુણ અને કમલત્વ જાતિ રૂપ પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોવાથી તત્પ્રવૃત્તિનિમિત્તક એવા નૌત અને વમત્તે શબ્દ ભિન્ન જ માનવા પડે. તેથી તમે કહ્યાં પ્રમાણે ત્યાં એકાંતે અભેદ માની શકાતો નથી. હવે અભિન્ન એવા પ્રવૃત્તિનિમિત્તનું (નીલ ગુણનું) ગ્રહણ કરવા જશો તો નીાં નીન્નમ્ એવો પ્રયોગ પ્રાપ્ત થશે, જે થઇ શકતો નથી. વળી, નીત શબ્દથી જ જો ‘કમળ' પદાર્થની પ્રતીતિ થઇ જાય છે, તો મત શબ્દનો પ્રયોગ અનર્થક થવાની આપત્તિ પણ આવશે.
(A) विभिन्नविभक्तिराहित्ये सति अभेदेनैकार्थबोधजनकत्वम् सामानाधिकरण्यम् इति शाब्दिकाः । (B) વાચ્યપદાર્થમાં રહેલ કો'ક ધર્મ વાચ્યપદાર્થના વાચક એવા શબ્દની પ્રવૃત્તિ (પ્રયોગ) થવામાં નિમિત્ત બને છે. તેથી વાચ્યપદાર્થમાં રહેલા ધર્મને શબ્દનું ‘પ્રવૃત્તિનિમિત્ત’ કહેવાય છે.