________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (a) સ્વ-દીર્ધાદિ વિધિ-જો વર્ણ વિગેરે એકાંતે નિત્ય માનીએ તો કોઇપણ વર્ણને હ્રસ્વ (કે દીર્ધ) વિધિ નહીં થઈ શકે, કારણ કે પૂર્વધર્મની નિવૃત્તિ થાય તો ત્યાં હ્રસ્વાદિ વિધિ સંભવે. હસ્વાદિ વિધિ પૂર્વધર્મની નિવૃત્તિપૂર્વક થાય છે. એકાંતે નિત્ય વર્ણને પૂર્વધર્મની નિવૃત્તિ હોય નહીં.
જો વર્ણાદિ એકાંતે અનિત્ય માનીએ તો વર્ણ ઉત્પત્તિની બીજી જ ક્ષણે તેનો વિનાશ થતો હોવાથી પછી હસ્વાદિવિધિ કોની કરવાની ? તેથી અનેકાંતવાદનો આશ્રય લઇએ કે “વર્ણરૂપે વસ્તુ નિત્ય છે અને હસ્વાદિ ધર્મરૂપે તે અનિત્ય છે' તો આપત્તિ નહીં આવે.
(b) અનેક કારક સંનિપાત સ્વA) કે પર) રૂપ આશ્રયમાં સમવેતા) એવી જે ક્રિયા, તેને પેદા કરવાનું દ્રવ્યનું જે સામર્થ્ય, તેને કારક કહેવાય છે. (ક્રિયાસિદ્ધિમાં ભાગ લેતી વ્યક્તિ કે પદાર્થનો વાચક જે “શબ્દ” હોય, તેને પણ કારક કહેવાય છે.) તે કર્તાકારક, મંકારક વિગેરે ભેદે ૬ પ્રકારનો છે. એક જ શબ્દમાં કર્તા વિગેરે કારકની સાથે ક્યારેક કર્મ વિગેરે કારકની એકસાથે ઉપલબ્ધિ પણ જોવા મળતી હોય છે. જેમકે - પીયમાન મધુ મતિ (પીવાતું એવું મધ તૃપ્તિ કરે છે.), અહીં નપુ એ વયમાનમ્ (પાનક્રિયા) ની અપેક્ષાએ કર્મકારક છે, જ્યારે મતિ (મદનક્રિયા) ની અપેક્ષાએ કર્તાકારક છે. મધુએનું એ જ હોવા છતાં ત્યાં કર્તા અને કર્મ એ બન્ને કારકનું એક કાળે અસ્તિત્વ જોવા મળે છે.
એવી રીતે વૃક્ષમાહ્ય તત: (= વૃક્ષા) પ્રસ્તાવનોતિ' (વૃક્ષ ઉપર ચડીને ત્યાંથી ફળોને ચૂંટે છે) સ્થળે એકનું એક વૃક્ષ આરૂઢ થવાની ક્રિયાની અપેક્ષાએ કર્મ કારક છે અને ચૂંટવાની ક્રિયાની અપેક્ષાએ ફળોના અપાય (વિશ્લેષ) માં અવધિભૂત સ્થાન હોવાથી અપાદાન કારક છે. તથા વિષડવિનાત્મજ્ઞસ્તષ્ણ વાત્માનં પ્રયજીંતેરેવ વચનામોતિ' (વિષયોથી નહીં ડરતો અનાત્મણ વ્યક્તિ પોતાની જાત તે વિષયોને જ સમર્પિત કરતો તેઓ (વિષયો) વડે બંધને પામે છે) સ્થળે એકનાએક વિષયો અપાદાન કારક, સંપ્રદાન કારક અને કરણ કારક બને છે તથા અનાત્મજ્ઞ વ્યકિત કર્તાકારક અને કર્મકારક બને છે.
જો અહીં ‘બધુ' કારકને એકાંતે નિત્ય માનો તો કર્મકારકતાને પામેલો એવો તે શબ્દ કર્તાકારક રૂપ અવસ્થાન્તરની અભિવ્યક્તિ શી રીતે કરી શકે? જો તેવી અભિવ્યક્તિ નહીં માનો તો મર્યાતિ અને મધુવચ્ચે જે સાધ્ય-સાધનરૂપ કારક વ્યવહાર છે તે લોપ પામશે. આમ પુકારકને એકાન્ત નિયન માનો તો જ અનેક કારક સંનિપાત સંભવે. આ જ પ્રમાણે બાકીના બે સ્થળે પણ સમજવું. (A) વેત્રો Tચ્છતિ, અહીં ગમનક્રિયા સ્વ (ચૈત્ર) સ્વરૂપ આશ્રયમાં સમવેત છે. (B) ચૈત્રસ્તડુના પતિ, અહીં પાકકિયા પર (કંડલ) માં સમાવેત છે. (C) સમવેત એટલે સમવાય સંબંધથી રહેલી.