________________
१.१.४२
૩૪૫
હોય તો ભલે કરાતો, પરંતુ સંખ્યાવત્ તરીકેના અતિદેશની ઉદ્દેશ્યતા અÁપશ્ચમ આદિ સમુદાયથી દૂર કરવામાં આવે તે યુક્ત નથી. આથી ગર્ત્તપન્નુમ આદિ સમુદાય સંખ્યાવત્ રૂપે ઇષ્ટ હોવાથી તેમને રુ પ્રત્યય અને સમાસ કોઇ અટકાયત વિના સિદ્ધ થશે. તેથી અવ્યાપ્તિ નહીં આવે.
એવી રીતે અર્જુ શબ્દથી પરમાં રહેલા સમાસના અવયવ ન હોય તેવા પન્નુમ આદિ શબ્દોને સંખ્યાવત્ રૂપે ગણાવાની અતિવ્યાપ્તિ પણ સંભવતી નથી. તે આ રીતે – વૃત્તિના ઘટક (અંશ) એવા અઢું શબ્દથી પરમાં રહેલા પક્ષમ આદિ શબ્દોને સંખ્યાવત્ રૂપે ગણી જ પ્રત્યય કે સમાસ તમારે વિધાનના લક્ષ્ય રૂપે છે. તેમાં તદ્ધિતના પ્રત્યયની તેના અર્થથી નિરૂપિત અન્વયિતાના અવચ્છેદક ધર્મથી યુક્ત બીજા અર્થની વાચકતાના પર્યાધિકરણ (અખંડ અધિકરણ) એવા અખંડ શબ્દથી જ ઉત્પત્તિ થાય છે. અર્થાત્ તદ્ધિતનો પ્રત્યય તેના અર્થની સાથે અન્વય પામનાર બીજા અર્થની
ΟΥ
વાચક અખંડ પ્રકૃતિથી જ ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે પૂર્વે બતાવેલા સિદ્ધાન્તાનુસારે અર્દૂ શબ્દ અને પુરણ પ્રત્યયાન્ત શબ્દ જ્યારે સમાસરહિત દશામાં હોય ત્યારે જ પ્રત્યયના અર્થની સાથે અન્વય પામનાર ‘અર્ધ્યત્વથી વિશિષ્ટ પંચમત્વ’ રૂપ અર્થનું વાચક કોઇપણ નામ ન હોવાથી જ પ્રત્યય સુતરાં ઉત્પન્ન ન થાય.
સમાસ પણ હમણાં જ ઉપર કહ્યાં પ્રમાણે સમાસસંજ્ઞક પદને આશ્રયીને ઐકાર્થી વર્તતું હોય તો જ થાય છે. પ્રસ્તુતમાં ફક્ત પન્નુમ આદિ શબ્દો જ સંખ્યાવત્ બનતા હોવાથી માત્ર તેમનો જ શૂર્પ વિગેરે પદાન્તરની સાથે સમાસ કરવાનો રહે. ઐકાર્થીની ઘટક એવી ‘પંચમ’ આદિ અર્થથી નિરૂપિત શક્તિના ગ્રહ (બોધ)થી પ્રયોજ્ય (થતા) ગ્રહના વિષયભૂત ‘અર્ધપંચમસુપડું’ અર્થથી નિરૂપિત શક્તિના પર્યાધિકરણતાનો અર્જુ શબ્દથી અઘટિત પન્નુમશૂર્પ આદિ શબ્દોને વિશે વિરહ હોવાથી ઐકાર્થ્યનો અભાવ હોવાથી સમાસ પણ નહીં થાય. તેથી અતિવ્યાપ્તિ પણ નથી આવતી.
એવી રીતે આચાર્યશ્રીએ અવયવી વાચક શબ્દની સાથે અવયવવાચક શબ્દનો સમાસ કરવાની ઇચ્છાથી
અપર, અધર, ઉત્તર શબ્દોની જેમ પૂર્વ શબ્દનો પણ ‘પૂર્વાપરાધરોત્તરમમિન્નેનાંશિના રૂ.૧.૬૨' આ સમાસ વિધાયક સૂત્રમાં પ્રવેશ કરાવી સ્પષ્ટપણે પૂર્વ શબ્દની અવયવરૂપે વાચકતા સ્વીકારી છે. કોષમાં પણ પૂર્વ શબ્દની અવયવરૂપે વાચકતા પ્રતીત થાય છે. તેથી તે માર્ગને અનુસરીને ‘અÁપૂર્વઃ પૂરઃ ' આવું આ સૂત્ર બનાવવાનું કહેનારના પક્ષે ‘અર્જુ શબ્દ છે પૂર્વનો આદ્ય અવયવ જેનો, એવું પૂરણ પ્રત્યયાન્ત નામ સંખ્યાવત્ થાય છે’ આવો અર્થ કરી શકાતા જેમ ‘અર્ધપૂર્વપરઃ પૂરળ: ’આવા આ સૂત્રમાં અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ દોષ નથી આવતા, તેમ આ પક્ષે પણ તે દોષ નહીં આવે. આમ ‘અર્થાત્ પૂરળઃ ’ અને ‘અપૂર્વઃ પૂરળ:’ આ બન્ને માત્રાલાઘવ યુક્ત સૂત્ર રચનાઓની ઉપેક્ષા કેમ કરવામાં આવે છે ?
સમાધાનઃ- ‘તદ્ધિતનો પ્રત્યય પોતાના અર્થની સાથે અન્વય પામનાર અર્થના વાચક અખંડ નામને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે’ આ વાત તમને અને અમને બન્નેને માન્ય છે. ત્યાં મનષેનુ અર્થને ઉદ્દેશીને ગ્ (૬)