________________
૩૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પ્રત્યય થતો હોવાથી અન્ન અને ઘેનુ શબ્દનો જો સમાસ ન કરવામાં આવે તો અનધેનુ એવા વિશિષ્ટ અર્થનું વાચક નામ અનુપલભ્ય થવાથી, ‘અનાવિમ્યો૦ ૬.૨.૩૪'ઇત્યાદિ સૂત્રથી થતો તષ્ઠિત પ્રત્યય અનિચ્છાએ પણ અનધેનુસમાસાત્મક શબ્દ સમુદાયથી જ કરવો પડશે. આથી ત્યાં પ્રત્યયની ઉદ્દેશ્યતા અનાવિમ્યઃ આ પંચમ્યન્ત પદથી જણાતા ઞઞ આદિ શબ્દથી ઘટિત અનધેનુ વિગેરે સમુદિત શબ્દને વિશે જ વ્યાજબી ગણાય છે.
Y
જ્યાં સૂત્રમાં પંચમી વિભક્તિથી ઉલ્લેખિત નામને લીધા વિના સૂત્રકાર્ય થવામાં કોઇ બાધ ન હોય, ત્યાં પંચમ્યન્ત નામ ભેગું લેવાની જરૂર નથી. જેમકે - ‘પવાર્ યુશ્વિમન્ત્યવાયે૦ રૂ.૨.૨' સૂત્રમાં પવત્ એમ પંચમી વિભક્તિ હોવા છતાં પદ + યુધ્વર્ કે પદ + સમર્, એમ સમુદાયનો વ કે નસ્ આદેશ નથી થતો, પરંતુ માત્ર યુબલ્ કે અમ્ભર્ નો થાય છે. ‘તૃતીયાન્તાત્ પૂર્વાવરું યોને ૧.૪.રૂ' સૂત્રમાં તૃતીયાંત નામ + પૂર્વ કે અવર નામ સર્વાદિ સંજ્ઞાના નિષેધને નથી પામતું. પરંતુ તૃતીયાંત નામથી પરમાં રહેલ પૂર્વ કે અવર નામ સર્વાદિ સંજ્ઞાના નિષેધને પામે છે. (પરંપરાએ સૂત્રની ઉદ્દેશ્યતા પંચમ્યન્ત પદથી જણાતા શબ્દને વિશે પણ આવે છે એ વાત અલગ થઇ.) તેમ પ્રસ્તુતમાં પણ ‘અર્થાત્ પૂરળ:’ સૂત્ર બનાવશો તો અર્ધ સહિત પન્નુમ વિગેરે નામ સંખ્યાવત્ ન થતા વજ્રમ વિગેરે શબ્દ જ સંખ્યાવત્ થશે. માટે તે રીતની સૂત્રરચના ઉપેક્ષાય છે.
શંકાઃ- જો કેવળ પન્નુમ વિગેરે શબ્દ સંખ્યાવત્ થાય તો જ પ્રત્યય કે સમાસ એ બન્ને સૂત્રકાર્ય ન થવા રૂપ આપત્તિ પૂર્વે તમે આપેલ. આમ પંચમી વિભક્તિથી ઉલ્લેખિત ઞર્ષ નામને ભેગું લીધા વિના માત્ર પન્નુમ શબ્દથી સૂત્રકાર્ય બાધિત થતું હોવાથી પ્રસ્તુત ‘અર્થાત્ પૂરળ:’ સૂત્ર વ્યર્થ બનત. તેથી ‘અવિભ્યો થેનોઃ' સૂત્રની જેમ અહીં પણ અર્થપશ્ચમ એ સમુદાયને સૂકાર્ય થવાથી તે સંખ્યાવત્ થશે, પશ્ચમ નહીં. લક્ષ્યમાં લક્ષણનું ન જવું તે અવ્યાપ્તિ દોષ છે.
(
સમાધાનઃ- તમારી વાત આમ તો સાચી છે, પરંતુ ‘અર્થાત્ પૂરળઃ' સૂત્ર બનાવીએ તો સ્પષ્ટપણે તરત ખ્યાલ નથી આવતો કે ‘સંખ્યાવત્’ પશ્ચમ થાય કે અર્ધપગ્રમ થાય.
ત્યાં કોઇપણ વ્યક્તિ પહેલાં તો પૂરણ પ્રત્યયાન્ત કેવળ પદ્મમ વિગેરે શબ્દને સંખ્યાવત્ત્વનો અતિદેશ કરે. પરંતુ તદ્ધિતપ્રત્યયના તાદશ સ્વભાવથી જ પ્રત્યયની અનુત્પત્તિ તથા ઐકાર્યના વિરહમાં સમાસની અનુત્પત્તિનો બોધ થતા પદ્મમ વિગેરેમાં સંખ્યાવત્ત્વનો અતિદેશ નિષ્ફળ થવાથી સૂત્ર વ્યર્થ થતું જણાશે. તેથી ‘અનાવિમ્યો ઘેનોઃ’સૂત્રનું અનુસંધાન કરી તે સૂત્રવત્ અહીં સમુદાયાત્મક અર્થપશ્ચમ વિગેરેને અતિદેશ કરવા માંગે છે, પન્નુમ ને નહીં, એ તાત્પર્ય ઉપર આવશે. આમ આટઆટલાં અનુસંધાનો પછી સૂત્રાર્થનો બોધ થતો હોવાથી તેવું સૂત્ર ન બનાવતા તરત જ સ્પષ્ટ અર્થને જણાવે તેવું ‘અર્ધપૂર્વવવઃ પૂરળઃ' સૂત્ર જ બનાવવું ઉચિત છે. આથી જ વાર્ષિકકારે પણ ‘અદ્ધપૂર્વવર્ઃ પૂરણપ્રત્યયાન્તઃ ' આવું કથન જ કર્યું છે.