________________
૧.૨.૨૧
૩૨૭ કરવા પડતા હોવાથી આ સૂત્રના સંજ્ઞાસૂત્રપક્ષે ભલે ‘હત્યસંધ્યા' આવું સૂત્ર બનાવી એક સધ્યા શબ્દને વધારે લઇ થતા ગૌરવને તથા વત્ શબ્દના કારણે થતા ગૌરવને અર્થાત્ આ બન્ને કંઠતાલ અભિઘાતજન્ય ગૌરવને (માત્રા ગૌરવને) વારવામાં આવે, પરંતુ મનોગૌરવ (કલ્પના ગૌરવ = પ્રક્રિયાગૌરવ) ઘણું આવી પડે છે. કંઠતાલુઅભિઘાતજન્ય ગૌરવ એ જ ગૌરવ ગણાય અને મનોગૌરવ ગૌરવન ગણાય એવી કોઇ રાજાજ્ઞા નથી. આથી ઘણું મનોગૌરવ કરવા કરતાં લાવવા માટે આ સૂત્રના સંજ્ઞાસૂત્રપક્ષે વધુ એક સક્ય શબ્દનું ગ્રહણ કરવું એ જ ઉચિત ગણાય.
સમાધાનઃ- ‘ડતુ સસ્થા સંસ્થા' આ રીતે એક સધ્યા શબ્દ વધુ મૂકવો, તેના કરતા તો આ સૂત્ર વત્ શબ્દપૂર્વકનું ‘ડત્ય, સંધ્યાવત્' આ રીતે બનાવી તેને અતિદેશસૂત્ર રૂપે ગણાવવું જ ઉચિત છે.
શંકા - આ સૂત્રને અતિદેશસૂત્રપે સ્વીકારવામાં આવે તો પણ આ સૂત્ર ૩૦૮ સધ્યા' આવું વ શબ્દ વગરનું જ બનાવવું જોઇએ. કેમકે વત્ પ્રત્યય વિના પણ ‘તિ અને સંતુપ્રત્યયાન્ત શબ્દો સંખ્યાવાચક શબ્દો સમાન ગણાય છે. આવો અતિદેશ જણાઈ જ આવે છે. તે આ રીતે - બ્રહ્મદરમાં રહેલા ગુણ જેવા કોઇક ગુણો જ્યારે બ્રહ્મદરભિન્નમાં (યજ્ઞદરમાં) જોવા મળે અને તેને ઉદ્દેશીને સ્થ: ત્રહી એવો પ્રયોગ કરાયતે વખતે શ્રોતાએવો નિશ્ચય કરે છે કે જે બ્રહ્મદર નથી તેને આ બ્રહ્મદત્તરૂપે ઓળખાવે છે. તેથી જણાય છે કે આ (યજ્ઞદત્ત) બ્રહ્મદત્તવત્ (બ્રહ્મદત્તસદશ) છે.”
તેજ રીતે અહીં પણ નિયતવિષયના પરિચ્છેદમાં હેતુભૂત અને લોકપ્રસિદ્ધ એવી સંખ્યાવાચક શબ્દોથી ભિન્ન (ત્રિત્વ વિગેરે સંખ્યાની અપેક્ષાએ વ્યાપક એવી અખંડ ઉપાધિરૂપ બહુત્વ વિગેરે ધર્મોથી વિશિષ્ટ એવી વસ્તુઓ માટે વપરાતા) વટું આદિતિ અને અા પ્રત્યયાન્ત શબ્દોમાં સંખ્યાવાચક શબ્દોને લઈને જેવા કાર્યો થતા હોય, તેવા કાર્યની ક્ષમતારૂપ સદશ્યનું અનુસંધાન થવાથી ‘ડત્યા સંધ્યા' એમ પ્રતિપાદન કરાય તો પણ તેનાથી અધ્યતાને સમજાઈ જાય કે જે સધ્યા રૂપ નથી, તેને સંખ્યારૂપે પ્રતિપાદન કરાય છે. તેથી નકકી તે સદ્ભાવત્ હશે. આ રીતે વત્ ના ઉપાદાન વગર પણ વત્ નો બોધ થશે.
સમાધાનઃ- તમે કહ્યું એ પ્રમાણે તો સંધ્યા શબ્દનો શક્યાર્થ (મુખ્યાર્થ) બાધિત થતો હોવાથી તેની સમ્રવત્ એવી લક્ષણા કરવી પડે. તેવી લક્ષણા કરવા પાછળ કોઈ પ્રયોજન ન હોવાથી તમારી ‘ ત્યા સહ્યા' એવું સૂત્ર બનાવવાની વાત યોગ્ય ઠરતી નથી.
જ્યાં પદનો મુખ્યાર્થબાધિત થતો હોય ત્યાં મુખાર્થના સંબંધ રૂપ લક્ષણા કરાતી હોય છે. જેમ ક્યાં થોડ, અહીંમુખ્યાર્થ‘ગંગપ્રવાહમાં ઘોષ (ઝૂંપડું) છે, પરંતુ પાણીમાં ઝૂંપડું ન સંભવે. આમ મુખ્યાર્થ બાધિત થવાથી # પદની જાતીર માં લક્ષણા કરાય છે કે જેથી તીરે પોપટ એવો સંગત અર્થ પ્રાપ્ત થાય.