________________
૩૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તેલક્ષણા A) બે પ્રકારની છે. (૧) નિરૂઢલક્ષણા જે અનાદિ તાત્પર્યવતી હોય છે, તે નિરૂઢલક્ષણા છે. કોઈ પણ પ્રયોજન વિના કેવળ લોકમાં તેવા પ્રકારના પ્રયોગની પ્રસિદ્ધિ જોઈને જ્યાં લક્ષણાનો આશ્રય કરાય છે, તેને નિરૂઢલક્ષણા કહેવાય છે. જેમકે – વર્ષા શાસ્ત:, અહીંનુશાંન્તતિ તિ શ7: એ વ્યુત્પત્તિથી ‘દર્ભ (બ્રણ વિશેષ) ને ગ્રહણ કરનાર’ એ રીત પદનો મુખ્યાર્થ છે. દર્ભ લાવવા સિવાયના કાર્યમાં તે અર્થ બાધિત થતો હોવાથી રાત પદની લક્ષણા ‘નિપુણ અર્થના બોધક પદમાં થશે. દર્ભ તીણ અને સૂક્ષ્મ હોવાથી આંગળી ભેદાય નહીં તે રીતે નિપુણતાપૂર્વક ગ્રહણ કરવું પડે છે. તે નિપુણતાના સારૂપ્યથી અન્ય કાર્યમાં નિપુણવ્યક્તિને ઉદ્દેશીને પણ અનાદિવૃદ્ધ વ્યવહારપરંપરાથી શબ્દનો પ્રયોગ થાય છે. આમ કુશન શબ્દ કોઇપણ કાર્યમાં નિપુણ વ્યક્તિમાં અનાદિથી રૂઢ હોવાથી તેને નિરૂઢલક્ષણા કહેવાય છે.
(૨) પ્રયોજનવતી લક્ષણા – જ્યારે કોઇક પ્રયોજનવશ લક્ષણાનો આશ્રય કરાય છે, તેને પ્રયોજન વતી લક્ષણા કહેવાય છે. જેમકે Tયાં પોષ: અહીંલક્ષણાનો ત્યાગ કરી મુખ્યાર્થવાળો તીરે ઘોષ: એવો પ્રયોગ કરવામાં આવે તો ઘોષ (ઝૂંપડા) ને વિશે શીતળતા અને પવિત્રતાનો તેવો અતિશય પ્રતીત ન થાય, જેવો ય પોષ: સ્થળે થાય. તેથી અહીં શીતળતા અને પવિત્રતાના અતિશયને બતાવવાના પ્રયોજનથી લક્ષણાનો આશ્રય કરાય છે. આને આધુનિકીલક્ષણા પણ કહેવાય છે.
ચૈત્રો વસ્તીવ,અહીં ચૈત્રબળદ છે એવો મુખ્યાર્થબાધિત થતો હોવાથી ચિત્રબળદીયા જેવો (વસ્તીવસદ:) છે એવી લક્ષણા કરાશે. જેનાથી “ચૈત્ર મૂર્ખ છે' એવો અર્થ પ્રતીત થશે. ચૈત્રો વસ્તીવ પ્રયોગમાં જેવી વેધકતા કે ચિત્તમાં ચમત્કૃતિ પેદા કરવાની તાકાત છે, તેવી ચૈત્રો મૂર્વ: પ્રયોગમાં નથી. તેથી ત્યાં લક્ષણાનો આશ્રય કરાય છે.
હવે પ્રસ્તુતમાં વિચારીએ તો સધ્યા શબ્દ તિ અને અનુપ્રત્યયાન્તનામમાં અનાદિથીરૂઢ નથી કે જેથી ત્યાં નિરૂઢલક્ષણા માનવી પડે. પ્રયોજનવતી લક્ષણા અંગે વિચારીએ તોડત્ય, સડ્યા એમ સધ્યા શબ્દનો ઉલ્લેખ કરી તેની સમ્રાવ એમ લક્ષણા કરવા પાછળ કોઇ પ્રયોજન નથી, કારણ કે સંસ્થાવત્ શબ્દથી જે અર્થ પ્રતીત થાય છે, તેટલો જ અર્થ સદ્ય શબ્દની લક્ષણા કરવાથી પ્રતીત થાય છે, અધિક નહીં. તેથી સંસ્થા પ્રયોગથી જ જો વિવક્ષિત અર્થની સિદ્ધિ થતી હોય તો નિરર્થક સહ્ય શબ્દનો પ્રયોગ કરીને લક્ષણાનો આશ્રય કરવો ઉચિત નથી.
જ્યારે યજ્ઞદત્તને ઉદેશીને B બ્રાઉT: એવો પ્રયોગ થાય છે, એવી તમે જે વાત કરી, ત્યાં બ્રહ્મદત્તમાં રહેલા અસાધારણ ગુણો યજ્ઞદરમાં રહેલાં છે, એ જણાવવાનું પ્રયોજન હોવાથી તેવો પ્રયોગ કરાય છે. તે પ્રયોજન બ્રહમદશઃ પ્રયોગથી નથી સરતું, માટે ત્યાં લક્ષણાનો આશ્રય કરવો ઉચિત છે.
આમ હત્યા ક્યા સૂત્ર બનાવી સક્ષા ની સાવત્ માં લક્ષણા કરવાનું કોઈ પ્રયોજન ન હોવાથી હત્યા ક્યા સૂત્ર બનાવવું, એ જ યોગ્ય છે રૂા. (A) मुख्यार्थस्य बाधे तेन मुख्यार्थेन स्वसंयुक्तस्यार्थस्य रूढितः प्रयोजनाद्वा यत्प्रतिपादनं सा लक्षणा।
(સર્વદર્શનસંપ્રદ ગ્રન્થમાં પતિગ્નવર્ણન (પેજ-૨૭૨))