________________
૨૭૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા -'જેનો કદાચિક પ્રયોગ થતો હોય તે અપ્રયોગી' આવો અર્થ કરીએ તો બધા શબ્દોનો કાદાચિક (તે તે અવસરે) જ પ્રયોગ થતો હોવાથી તેમનામાં ઈત્ સંજ્ઞા અતિવ્યાપ્ત થશે. જેમકે ઉર્વો, વૃક્ષે સ્થળે અનનાસિક પ્રયોગ ક્યારેક જ થાય છે. તેથી અનુનાસિક વર્ણન ઇત્ સંજ્ઞાનો પ્રસંગ આવશે.
સમાધાન - જેનો કાદાચિત્ક પ્રયોગ થાય તેને ઇન્ સંજ્ઞા થાય, પરંતુ સંજ્ઞાને લઈને કો'ક કાર્ય પણ થવા જોઈએ. (જેમકે મ થી ઝૂ સુધીના વર્ગોને સમાન સંજ્ઞા કરી તો તે સંજ્ઞાને લઈને સમાનાનાં તેને ૨.૨.૨' સૂત્રથી દીર્ઘ આદેશ રૂપ કાર્ય થાય છે.) પ્રસ્તુતમાં અનુનાસિક વર્ગોને ઇત્ સંજ્ઞા થાય તો પણ ઇત્ સંજ્ઞાને લઈને તેમને કોઇ કાર્ય પ્રાપ્ત ન થતું હોવાથી તેમને ઇતુ સંજ્ઞા નહીં થઇ શકે.
શંકા - તમે ગોળી એમ અનુવાદ કરીને ઇન્ સંજ્ઞા કરી છે, તેથી પ્રયોગ ન થવો અર્થાત્ લોપ થવો એ જ ઇત્ સંજ્ઞાનું કાર્ય કહેવાય. વૃક્ષ, ઉર્વી આમ જ્યારે અનુનાસિક વર્ણનો પ્રયોગ નહીં કરાય, ત્યારે અનુનાસિક વર્ણનો લોપ થવા રૂપ ઇકાર્ય પ્રાપ્ત થવાથી ઇત્ સંજ્ઞા થવાની આપત્તિ આવશે જ.
સમાધાન - લોપ એ કાંઇ કાર્ય નથી. (આદેશાદિ વિધેયાત્મક કાર્યોને અહીં કાર્ય સમજવા.) વ્યાકરણ શાસ્ત્રમાં શબ્દનો કાં તો કોઈક કાર્ય માટે પ્રયોગ થાય અથવા શ્રવણ માટે પ્રયોગ થાય. અનુનાસિકનો લોપ થવો એ કાંઈ પ્રસ્તુતમાં કાર્ય નથી. હવે કાર્ય ન હોય અને તેનું શ્રવણ પણ ન થાય તો તેનો પ્રયોગ નકામો ગણાય.
શંકા - અનુનાસિકને ઈ સંજ્ઞાનું આ કાર્ય છે. જ્યારે ‘મને ત્તા અનુવાદ' ન્યાયનો આશ્રય કરવામાં આવે ત્યારે તે ન્યાય મુજબ ઇત્ સંજ્ઞક (અનુબંધ) વર્ણ સમુદાયનું અંગ (અવયવો નથી મનાતો, પરંતુ ઇત્ સંજ્ઞક વર્ણનો સમુદાય સાથે સામીપ્ય (અનંતર્ય) સંબંધ મનાય છે. આમ સમીપવર્તી (અનંતર) ઇત્ સંજ્ઞક અનુનાસિક વર્ણ કાર્યને વિશેષિત કરશે. તે આ રીતે - ‘વિત: ૪.૪.૭૨' સૂત્રથી ગા ઇવાળા ધાતુને ત ($) ની પૂર્વે દ્ નો પ્રતિષેધ થાય છે. આ ધાતુ આમ તો ધાતુપાઠમાં આ ઈવાળી નથી. છતાં વૃક્ષ ટિતઃ સ્થળે તે ઇત્ સંજ્ઞક અનુનાસિક માઅનુબંધની સમીપવર્તી હોવાથી આ ઇવાળી ગણાશે. આમ તેની પરમાં વર્તતા ત (#) ને નો પ્રતિષેધ થવો એ અનુનાસિક વર્ણને ઈત્ સંજ્ઞા થવાના ફળ (કાર્ય) રૂપે બતાવી શકાય છે.
સમાધાન - ધાતુપાઠ, સૂત્રપાઠ વિગેરે સ્થળે જ જેનો પ્રયોગ હોય, એ સિવાય જેનો પ્રયોગ ન હોય તે વર્ણને અમે ઈત્ સંજ્ઞા કરશું. જેથી ૩ વિગેરે સ્થળે અનુનાસિકને ઇત્ સંજ્ઞા ન થાય.
શંકા - આમ કરવાથી તમે ઈત્ સંજ્ઞાનું કાર્ય યોગ્ય રીતે (અતિપ્રસંગ વગર) પૂરુ પાડી શકશો, પરંતુ આ અર્થ ‘મપ્રયોજીતુ' આવા પ્રસ્તુત સૂત્રથી પ્રાપ્ત થતો નથી. તેથી નવું સૂત્ર નિર્મિત થશે.
સમાધાન - ના, સૂત્ર તો જેમ છે એમ જ રહેવા દેવાનું છે. નવું સૂત્ર રચવાનું નથી.