________________
१.१.३७
૨૬૯
વાક્યપાઠ વિગેરે) સમજવો. અર્થાત્ ધાતુ, નામ, પ્રત્યય, આગમ, આદેશ અને ઉપદેશરૂપ શાસ્ત્રને વિશે કહેવાતા જે વર્ણ કે વર્ણસમુદાય લૌકિકપ્રયોગમાં ન દેખાય તેને ઇન્ સમજવાના છે.
સૂત્રમાં ‘જે વર્ણ અપ્રયોગી હોય તે ઇત્’ અથવા ‘જે વર્ણસમુદાય અપ્રયોગી હોય તે ઇત્’ આમ વિશેષથી કથન ન કરતા ‘જે અપ્રયોગી હોય તે ઇત્' આમ સામાન્યથી નિર્દેશ કર્યો છે. તેથી અપ્રયોગી એવા વર્ણ અને વર્ણસમુદાય બન્નેનું ‘ઇત્’ સંજ્ઞાના ઉદ્દેશ તરીકે ગ્રહણ થાય છે.
પંક્તિમાં ‘નોવિવે પ્રયોને’ ન લખતા 'ભૌવિ શબ્દપ્રયોળે' લખવાનું કારણ એ છે કે લોકને જ્ઞાત હોય તેને લૌકિક કહેવાય. લોકને તો નાટ્યપ્રયોગ પણ જ્ઞાત હોય છે, તેથી ‘નોવિવે પ્રયોને' થી પ્રસ્તુતમાં લૌકિક નાટ્યપ્રયોગનું ગ્રહણ થઇ શકે છે. તેને ઉડાડવા ‘તૌવિ શબ્દપ્રયોને’ લખ્યું છે. આવા લૌકિક શબ્દપ્રયોગમાં જે ન દેખાય તેને ઇત્ સમજવો.
(2) ‘અહીંનગ્ નો અર્થ અવર્શનમ્ શી રીતે કરી શકાય ? દર્શનની સામગ્રી હોવા છતાં જે ન દેખાય તેનું અદર્શન કહી શકાય. અહીં ઇત્ સંજ્ઞા પામનાર શબ્દોનું લૌકિકપ્રયોગમાં ન દેખાવાનું કારણ શું છે ?' આવા પ્રશ્નના સંદર્ભમાં બૃ.વૃત્તિમાં ‘તિ = અપાન્છતિ તિ ત્' પંકિત બતાવી છે. ઇત્ સંજ્ઞા પામનાર શબ્દો પ્રક્રિયાકાળે પોતાનું કાર્ય બજાવી લૌકિકપ્રયોગકાળે ચાલ્યા જાય છે માટે તેમનું દર્શન થતું નથી.
(3) શંકા ઃ- ‘તિ = અપાતિ તિ ત્' આટલું કહેવા માત્રથી કાંઇ ‘ઇત્’ સંજ્ઞા પામેલ શબ્દ લોપાઇ ન જાય. તેના માટે લોપવિધાયક એવું બીજું કોઇ સૂત્ર પ્રમાણરૂપે રચવું પડે. અર્થાત્ ઇત્ સંજ્ઞા પામેલ શબ્દના લોપ માટે કોઇ યત્ન કરવો જોઇએ.
સમાધાન :- સૂત્રમાં અપ્રયોગો પદનો અનુવાદ કરી ઇન્ સંજ્ઞાનું વિધાન કર્યું છે, તેથી નવું કોઇ સૂત્ર રચ્યા વિના જ ઇન્ સંજ્ઞા પામેલ શબ્દનો લોપ થઇ જશે. આશય એ છે કે આ સૂત્રમાં ‘જે અપ્રયોગી હોય’ આમ અનુવાદ કર્યા પછી ‘તે ઇત્ સંજ્ઞક થાય છે’ એમ ઇત્ સંજ્ઞાનું વિધાન કર્યું છે. તેથી ભલે આ સંજ્ઞાસૂત્ર હોય, છતાં અનુવાદ અંશ દ્વારા વિધિનો બોધ થઇ જાય છે કે ‘જે ઇમ્ સંજ્ઞાને પામે તેનો પ્રયોગ ન કરી શકાય.' તેથી ઇત્ સંજ્ઞકનો વગર કોઇ નવું સૂત્ર રચ્ચે લોપ સિદ્ધ થઇ જાય છે. જો અહીં ઇત્ સંજ્ઞકનો લોપ ન થાય તો તેનો પ્રયોગ થવાથી તે અપ્રયોગી ન કહેવાય. માટે સંજ્ઞી (અપ્રયોગી) જ ગેરહાજર થવાથી ઇક્ સંજ્ઞાનો પણ અભાવ થશે. કેમકે સંજ્ઞી વિના સંજ્ઞા ન થઇ શકે.
અથવા જેનો કાદાચિત્ક પ્રયોગ થતો હોય તેને અપ્રયોગી સમજવો. ‘સર્વથા પ્રયોગ ન થવો’ આવો અપ્રયોગી શબ્દનો અર્થ કરવામાં તો સંશી (ધર્મી) જ ગેરહાજર થઇ જવાથી સંજ્ઞા કોને કરવી ? આ પ્રશ્ન ઊભો
થાય.