________________
१.१.२९
૨૧૯ આમ શિષ્ણલોકો આત્મકલ્યાણ માટે શબ્દોનો ચોકકસ લિંગમાં પ્રયોગ કરતા હોવાથી તેઓ શબ્દના જે લિંગ બતાવે તે પ્રમાણે લિંગની વ્યવસ્થા સ્વીકારવી. આ રીતે પ્રસ્તુતમાં સ્તન-કેશ વિગેરે લૌકિક લિંગની વ્યવસ્થા ન સ્વીકારી હોવાથી ભૂત, ઉર્વી, વૃક્ષ વિગેરે શબ્દ સ્થળે અવ્યાતિ-અતિવ્યામિ દોષ નહીં આવે. તેવી રીતે પુષ્ય, તાર, નક્ષત્રમ્ સ્થળે તારા' રૂપ અર્થ એકનો એક હોવા છતાં શબ્દો જુદા છે માટે લિંગભેદ થાય છે. તારામાં ઉત્પાદાદિ ત્રણે લિંગધર્મો હોવાથી શિષ્ટ પુષ્યઃ સ્થળે ઉત્પાદને લઇને પુલિંગમાં પ્રયોગ કરે છે. તારા સ્થળે હાસને લઇને સ્ત્રીલિંગમાં પ્રયોગ કરે છે અને નક્ષત્ર સ્થળે સ્થિતિને લઈને નપુંસકલિંગમાં પ્રયોગ કરે છે, માટે કોઇ આપત્તિ નથી. ટી અને વીરઃ સ્થળે પણ અર્થ એક જ હોવા છતાં છુટી શબ્દને એક અવયવ વધારે ઉત્પન્ન થયો છે. તેથી અવયવની જુદાઈને લઈને આ બન્ને શબ્દો જુદા ગણાય, માટે ત્યાં લિંગભેદ થયો છે. જેમકે ‘પા.ફૂ. ૪.૨૨ મ. ભાષ્યમાં કહ્યું છે કે પ્રાર્થેg સાવત્થાત્ દુષ્ટ નિન્યત્વ, અવયવાચીશું', તટ:, તરી, તટસ્થળે એક જ સ્વરૂપવાળો અને સમાન અર્થવાળો તટ શબ્દ છે. ત્યાં ઉત્પાદાદિ ત્રણ ધર્મો પૈકી જે ધર્મની ઉત્કટતા વિવક્ષાય તે પ્રમાણે લિંગનો અન્વય થાય. જો કે આ બધા સ્થળે વક્તાઓ ગમે તે લિંગને આશ્રયીને શબ્દોને ઉચ્ચારતા હોય છે અને શ્રોતાઓ તેને સ્વીકારી લેતા હોય છે. છતાંય લિંગ એ શું વસ્તુ છે?' તેના નિર્ણય માટે આ વાત કહેવામાં આવી છે.
(6) લિંગ એ અર્થધર્મ છે કે શબ્દધર્મ છે? એ વિચારણામાં બે પક્ષો પોતપોતાની માન્યતા પુષ્ટ કરે છે. બન્ને પક્ષ નિર્દોષ છે. (a) કેટલાક મહાભાગના મતને અનુસરનારા કહે છે કે લિંગ એ અર્થધર્મ છે. ઘર વિગેરે શબ્દોનાં અભિધેય ઘટાદિ પદાર્થો શ્રવણેન્દ્રિય જન્ય પ્રત્યક્ષના વિષય કરાય છે અર્થાત્ : વિગેરે શબ્દ સંભળાવાથી થતા જ્ઞાનમાં ઘટ વિગેરે ભાસે છે, ત્યારે તે લિંગ સહિત જ્ઞાનનો વિષય કરાય છે. તે ઘટાદિ પદાર્થનો ઘટાદિ પદાર્થો હોય તો લિંગ હોય અને ઘટાદિ પદાર્થોન હોય તો લિંગન હોય આમ લિંગ સાથે અન્વય-વ્યતિરેક છે, માટે લિંગ પદાર્થનો ધર્મ છે. જો તેને શબ્દના ધર્મ તરીકે સ્વીકારવામાં આવે તો ગુણવચન શબ્દોને તેમના આશ્રય) (= વાઆઈ) અનુસાર લિંગ થાય છે.” આ વાત ઘટી નહીં શકે. આશય એ છે કે જે શબ્દો આમ ગુણના વાચક હોય, છતાં ગુણનો કો'ક દ્રવ્યની સાથે યોગ થવાથી તેઓ ગુણી (= દ્રવ્ય)નાવાચક બને, આવા શબ્દોને ગુણવચન કહેવાય. જેમકે શુ શબ્દ આમ તો શુક્લરૂપાત્મક ગુણનો વાચક છે. છતાં શુ: ૫૮: સ્થળે શુક્લપનો પટદ્રવ્યની સાથે યોગ થવાથી જેમ પદ શબ્દ પટ દ્રવ્યનો વાચક છે, તેમ શુ શબ્દ પણ પટદ્રવ્યનો વાચક બન્યો. તેથી શુ શબ્દ ગુણવચન બન્યો કહેવાય. હવે ગુણવત્તાનામાશ્રય શિપલિાનમ્' નિયમ મુજબ શુ: :, શુ શા અને શુ વસ્ત્રમ્ સ્થળે જો લિંગને અર્થધર્મ તરીકે સ્વીકારવામાં આવે તો પટ આદિ શબ્દની જેમ ગુણવચન શુ શબ્દનો પણ વાચ્યતા સંબંધથી આશ્રય કમશી પટ, સાડી અને વસ્ત્ર પદાર્થ બને છે. તેથી આદિ શબ્દની જેમ તેનો પણ પટાદિ પદાર્થમાં રહેલા પુત્વ, સ્ત્રીત્વ અને નપુંસકત્વ લિંગને ગ્રહણ કરી ક્રમશ : શી અને જીએમ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં (A) અહીંવાચ્યતા સંબંધથી આશ્રય સમજવાનો છે. તેથી ‘ગુણવચન શબ્દ જેનો વાચક બને તેના લિંગને તે ગ્રહણ
કરે' આવો અર્થ રામજવો.