________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
શંકા ઃ- સ્ત્રીત્વ કે પુસ્ત્વ લિંગને ફરી સ્ત્રીત્વાદિ લિંગ ન લાગી શકે. તો સ્ત્રીત્વમ્, સ્ત્રીતા અને ઘુંસ્ત્વમ્ સ્થળે લિંગને ફરી લિંગ કેમ લાગ્યું છે ? બીજી રીતે કહેવું હોય તો સ્ત્રીત્વ લિંગ એટલે ગુણોનો સંત્સ્યાન (હ્રાસ) અને ઘુંસ્ત્વ લિંગ એટલે ગુણોનો ઉપચય. સ્ત્રીત્વમ્ વિગેરે સ્થળે લિંગને લિંગ લગાડવું એટલે સંાનાદિના સંસ્ત્યાનાદિ બતાવ્યા કહેવાય. તો આ કેમ સંભવે ?
૨૧૮
સમાધાન :- સાંખ્યમતે ગુણોના સંસ્ત્યાનાદિ અને ગુણો વચ્ચે અભેદ છે. તેથી ગુણોના જો સંસ્ત્યાનાદિ સંભવે તો તે સંસ્ત્યાનાદિના પણ સંસ્ત્યાનાદિ સંભવી શકે છે. માટે સ્ત્રીત્વમ્ વિગેરે સ્થળે લિંગને લિંગનો યોગ થવામાં કોઇ વાંધો નથી.
શંકા ઃ- દરેક પદાર્થમાં ઉત્પાદાદિ ત્રણે વર્તે છે, તેથી દરેક શબ્દને એકસાથે ત્રણ લિંગ લાગવાની અવ્યવસ્થા(A)
સર્જાશે.
સમાધાન :- ના, વિવક્ષાથી વ્યવસ્થા સિદ્ધ થશે. વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે લિંગધર્મો હોવા છતાં ઉત્પાદની વિવક્ષામાં પુંસ્ત્ય, હ્રાસની વિવક્ષામાં સ્ત્રીત્વ અને સ્થિતિની વિવક્ષામાં નપુંસકત્વ થશે.
શંકા ઃ- વૃક્ષ શબ્દ પુલિંગ છે. શબ્દપ્રયોગ કરનાર વ્યક્તિ જો વૃક્ષમાં હ્રાસ કે સ્થિતિની વિવક્ષા કરશે તો શું વૃક્ષ શબ્દના પ્રયોગ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગમાં થશે ? આ તો ગમે તે શબ્દનો ગમે તે લિંગમાં પ્રયોગ થવા લાગશે.
સમાધાન ઃ- અહીં ગમે તે શબ્દપ્રયોગ કરનાર) વ્યક્તિની વિવક્ષા નથી લેવાની, પણ શિષ્ટલોકની લિંગવિષયક વિવક્ષાના વ્યવહારને અનુસરનારી વિવક્ષા લેવાની છે. જેમકે વાક્યપદીયમાં ભર્તૃહરીએ કહ્યું છે –
सन्निधाने निमित्तानां किञ्चिदेव प्रवर्तकम् । यथा तक्षादिशब्दानां लिङ्गषु नियमस्तथा । ।
અર્થ :- જેમ સુથાર લાકડું કાપે, છોલે, માપે, તેમાંથી વિવિધ આકૃતિઓ બનાવે આવી અનેક ક્રિયા કરે. છતાં તેમાંથી તક્ અર્થાત્ છોલવું આ એક ક્રિયાને લઇ સુથારને તક્ષા કહેવાય છે, તેમ વસ્તુમાં લિંગ નિમિત્તક અનેકધર્મો હોવા છતાં તેમાંથી કોઇ એક જ ધર્મ લિંગનો પ્રવર્તક બને છે.
भावतत्त्वदृशः शिष्टाः शब्दार्थेषु व्यवस्थिताः । यद्यद् धर्मेऽङ्गतामेति लिङ्गं तत्तत्प्रचक्षते ।।
અર્થ : પદાર્થના પરમાર્થના સાક્ષાત્કારવાળા શિષ્ટ પુરુષો શબ્દાર્થ (પદાર્થ) ને વિશે રહેલાં જે જે સ્ત્રીલિંગ
આદિ લિંગો ધર્મ (આત્મકલ્યાણ) ના અંગ બનતા હોય તેમને લિંગ તરીકે જાહેર કરે છે.
(A) પૂ. લાવણ્યસૂરિ સંપાદિત પુસ્તકમાં આપેલો‘ન ચાનવસ્યાઘ્ર : 'પાઠ અશુદ્ધ જણાય છે. પાઠ ‘ન ચાવ્યવસ્થાપ્રસંન': ' હોવો જોઇએ. સરખાવો ‘પા. સૂ. ૪.૧.રૂ’ મ. ભાષ્ય – ‘તો વ્યવસ્થા? વિવક્ષાતઃ'
(B) પ્રયોવત્રી હવાનીતનપ્રયોસમ્બન્ધિની। (પા.ફૂ. ૪.૬.૩ મ.માષ્યપ્રીપોદ્યોતનમ્)