________________
૨૨૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પ્રયોગ કરી શકાય છે. અર્થાત્ અર્થધર્મ પક્ષે ‘શુળવવનાના॰'નિયમ ઉપપન્ન થાય છે. પરંતુ જો લિંગને શબ્દધર્મ રૂપે સ્વીકારવામાં આવે તો હવે શબ્દ પાસેથી લિંગ ગ્રહણ કરવાનું રહેતા ગુણવચનને શબ્દાશ્રિત બતાવવો પડે. શુĐઃ પટઃ આદિ સ્થળે વાચ્યતા સંબંધથી શુ શબ્દનો આશ્રય પટ આદિ શબ્દો બની શકતા નથી. કેમકે શુક્ત શબ્દથી પટ આદિ શબ્દો વાચ્ય બનતા નથી. આમ શબ્દ ગુણવચનનો આશ્રય જ ન બને તો ગુણવચન તેના લિંગને ગ્રહણ શી રીતે કરી શકે ? તેથી શબ્દધર્મપક્ષે ‘મુળવચનાનામ્૰’નિયમ ઉપપન્ન થઇ શકતો નથી. માટે ‘લિંગ અર્થનો ધર્મ છે’ આ પક્ષ જ સ્વીકારવો વ્યાજબી છે.
(b) કેટલાક પ્રાચીન વ્યાકરણકારો લિંગને શબ્દધર્મ રૂપે સ્વીકારે છે. તેમનું કહેવું એમ છે કે જેની પ્રતીતિ અન્વય-વ્યતિરેકને આશ્રયી જેની પ્રતીતિને અનુસરતી હોય તે તેનો ધર્મ બને. જેમકે ‘પટની પ્રતીતિ થાય તો તેના ભેગી વિવક્ષિત શુક્લગુણની પ્રતીતિ થાય અને પટની પ્રતીતિ ન થાય તો તેના ભેગી વિવક્ષિત શુક્લગુણની પ્રતીતિ પણ ન થાય.’ આમ અન્વય-વ્યતિરેકને આશ્રયી વિવક્ષિત શુક્લગુણની પ્રતીતિ પટની પ્રતીતિને અનુસરે છે. તેથી જેમ તે શુક્લગુણ પટના ધર્મરૂપે સિદ્ધ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ ‘શબ્દની પ્રતીતિ થાય તો સાથે (આ શબ્દ પુંલિંગ છે, સ્ત્રીલિંગ છે વિગેરે રૂપે) લિંગની પ્રતીતિ થાય છે અને શબ્દની પ્રતીતિ ન થાય તો સાથે લિંગની પ્રતીતિ પણ નથી થતી.’ આમ અન્વય-વ્યતિરેકને આશ્રયી લિંગની પ્રતીતિ શબ્દપ્રતીતિને અનુસરતી હોવાથી લિંગ શબ્દના ધર્મ રૂપે સિદ્ધ થાય છે. લિંગ જો અર્થનો ધર્મ હોત તો પદાર્થની પ્રતીતિ ભેગી તદાશ્રિત લિંગની પણ પ્રતીતિ કો’કને તો થાત. પરંતુ તે નથી થતી, માટે લિંગ અર્થધર્મ નથી. આમ પણ જુઓ તો ‘આ શબ્દ પુંલિંગ છે, આ શબ્દ સ્ત્રીલિંગ છે’ એમ પુંલિંગ આદિનો વ્યવહાર પણ શબ્દને આશ્રયીને થતો જોવામાં આવે છે. હવે ગુણવચન સ્થળે પણ શુ વિગેરે શબ્દોને પોતાના ધર્મરૂપે વર્તતું પુત્ત્વ આદિ જ લિંગ છે. પરંતુ લિંગકારિકામાં ‘અહીં આ ગુણવચન પુંલિંગે છે, અહીં આ ગુણવચન સ્ત્રીલિંગે છે...’ આ રીતે પ્રતિપાદન કરવા જાય તો આમ છૂટક છૂટક કહેવામાં ગૌરવ થઇ જાય. તેથી પટ વિગેરે શબ્દગત લિંગોને તેમના અભિધેય એવા પટ આદિ પદાર્થમાં કલ્પીને (= ઉપચાર કરીને) લાઘવાર્થે તેના દ્વારા ગુણવચનમાં લિંગની કલ્પના કરાય છે. અર્થાત્ ‘શુળવધનાનામ્’નિયમ બતાવાય છે. જેમ વાક્યમાં ‘આ પદનો અર્થ આ છે, આ પદનો અર્ધ આ છે...' આમ પદોના અર્થની કલ્પના કરવામાં આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ લિંગ શબ્દધર્મ હોવા છતાં ગુણવચન સ્થળે લાઘવાર્થે લિંગને અર્થધર્મરૂપે કલ્પાય છે. બાકી વાસ્તવિકતાએ તેમ નથી. આશય એ છે કે વાસ્તવિકતાએ વાક્ય જ અર્થવાન છે. કેમકે જો પદો પણ અર્ધવાન્ હોત તો લોકમાં વાક્યની જેમ કેવળ પદોનો પણ પ્રયોગ થવો જોઇતો હતો. પરંતુ તે થતો નથી. આ તો દરેક વાક્યે ‘આ વાક્યનો અર્થ આમ થાય છે, આ વાક્યનો અર્થ આમ થાય છે..' આમ સમજાવવામાં ઘણું લાંબુ (અશક્ય જ) થઇ જાય. માટે અન્વય વ્યતિરેકને (A) આ રીતે ઉપચાર કરી વિશેષ્ય શબ્દના લિંગનો ગુણવાનને હવાલો સોંપી દેવામાં આવે એટલે દરેક ગુણવચનને અલગથી કયુ લિંગ છે તે બતાવી ગૌરવ કરવાની જરૂર ન રહે. બાકી ગુણવચનશબ્દને પોતાનું આગવું લિંગ હોય છે.