SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२९ ૨૧૩ અહીં ઉદ્ઘરિ ને વિશે રહેલા સ્તનાદિ લિંગ સૂક્ષ્મ હોવાથી અને આપણી ઇન્દ્રિય દુર્બળ હોવાથી તેમનું પ્રત્યક્ષ નથી થતું, માટે બાધ દોષ ન બતાવાય’ એમ ન કહેવું. કેમકે પ્રબળ પ્રમાણાન્તરથી વસ્તુ સિદ્ધ થતી હોય તો જ તે વસ્તુના પ્રત્યક્ષ ન થવામાં ઇન્દ્રિયની દુર્બળતાદિને આગળ કરી શકાય. અન્યથા શશશૃંગ પણ સત્ છે. ઇન્દ્રિયની દુર્બળતાદિના કારણે તેનું પ્રત્યક્ષ નથી થતું એમ કહેવું પડશે. માટે બાધ દોષ આવશે જ. એ સિવાય અન્યોન્યાશ્રય દોષ પણ આવે છે. કેમકે વ આદિને મા પ્રત્યય વિગેરે કાર્ય થયા હોય તો તેમને વિશે સનાદિરૂપ સ્ત્રીસ્વાદિ લિંગનો બોધ થાય અને જો તેમનામાં સ્ત્રીત્વાદિ લિંગ હોય તો તેમને મા પ્રત્યય વિગેરે કાર્ય થઇ શકે. આમ બન્ને વાત એકબીજાના આધારે હોવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. તથા તટ:, તટી અને તટસ્ સ્થળે એક જ તટ શબ્દને પુલિંગાદિ ત્રણે લિંગને લગતા ક્રમશઃ સિ પ્રત્યયનો વિસર્ગ, ડી પ્રત્યય તથા સ પ્રત્યયનો ગણ્ આદેશ થવા રૂપ કાર્ય દેખાતા હોવાથી તેમાં ત્રણે લિંગ સ્વીકારવાનો પ્રસંગ આવે. હવે એક જ દ્રવ્યમાં એકસાથે ત્રણે લિંગસ્વીકારવામાં વિરોધ આવે. કેમકે એક જ સ્થળે જો સ્ત્રીત્વઅને પુત્વ હોય તો ત્યાં નપુંસકત્વન રહી શકે. કારણ આગળ શ્લોકમાં તમારે નપુંસવમ્' (જ્યાં સ્તન-કેશરૂપ સ્ત્રીત્વ અને રોમશત્વપ પુત્વન હોય, ત્યાં નપુંસત્વ હોય.) એવું આપણે જોઇ ગયા. આ બધી આપત્તિઓને નજરમાં રાખતા વ્યાકરણકારોએ લિંગની બાબતમાં સ્વડીયકોઇ સિદ્ધાંત સ્વીકારવો જોઇએ. સમાધાન - સારુ, તો જે શબ્દની સાથે યમ્ શબ્દ વિશેષણ રૂપે મૂકી શકાય તે પુંલિંગ, રૂચ શબ્દ મૂકી શકાય તે સ્ત્રીલિંગ અને શબ્દ મૂકી શકાય તેનપુંસકલિંગ. અમે લિંગની આવી વ્યવસ્થા સ્વીકારશું. વાત એમ છે કે લોક શિષ્ટપ્રયોગને અનુસારે ક્યાંક મમ્ શબ્દનો પ્રયોગ કરે છે. જેમકે – માં ઘટ:, ત્યાં અને મ્ શબ્દોનો પ્રયોગ નથી કરાતો. કયાંક ચમ્ શબ્દનો પ્રયોગ કરે છે. જેમકે – ચં લુટી સ્થળે યમ્ અને ટ્યમ્ નો પ્રયોગ નથી કરાતો. ક્યાંક ટૂં કુંડ' આમ શબ્દનો પ્રયોગ કરે છે. ત્યાં ગય અને યજ્ઞો પ્રયોગ નથી કરાતો. આ ગમ્, અને શબ્દોના પ્રયોગમાં ઉત્પાદ, પ્રલય અને સ્થિતિ રૂપ સ્વભાવ કારણ છે, માટે આસ્વભાવ એ જ લિંગ છે. આશય એ છે કે જગતના બધા જ પદાર્થો પ્રતિક્ષણ ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા ધર્મવાળા છે. તેઓ તેમના પૂર્વસ્વભાવને ઓળંગીને સ્વયં જનવાસ્વભાવવાળા થતા ઘડા વિગેરે સ્વરૂપે દેખાય છે. કોઇ વસ્તુ પોતાના સ્વરૂપમાં એક મુહૂર્તજેટલો કાળ પણ નથી ટકતી. એને જેટલું વધવા યોગ્ય હોય ત્યાં સુધી તે વધે છે અને જેટલો હ્રાસ પામવા યોગ્ય હોય ત્યાં સુધી તેહાર પામ્યા કરે છે. તેમાં ઉત્પાદ (ઉત્પત્તિ/વૃદ્ધિ) એ પુંછે, પ્રલય (હાસ/નાશ)એ સ્ત્રીત્વ છે અને સ્થિતિ (સ્થિરતા) એ નપુંસકત્વ છે. (A) स्वापेक्षाऽपेक्षितत्वनिमित्तकोऽनिष्टप्रसङ्गः अन्योन्याश्रयः।
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy