________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૧૨
સમાધાન - ખાટલા અને વૃક્ષમાં સ્તન-કેશ અને રોમ રૂપ લિંગો છે, પરંતુ તે સૂક્ષ્મ હોવાથી આપણી દુર્બળ ઇન્દ્રિયો(A) તેમને પકડી શકતી નથી.
શંકા - ઇન્દ્રિયની દુર્બળતાના કારણે તે સૂક્ષ્મ લિંગોનું પ્રત્યક્ષ નથી થતું તેવું ત્યારે માની શકાય, જ્યારે તે લિંગો ખાટલા અને વૃક્ષમાં અનુમાનાદિ બીજા કોઇ પ્રમાણથી સિદ્ધ થતા હોય. પરંતુ બીજું કોઇ પ્રમાણ છે નહીં.
સમાધાન - સૂર્યની ગતિનું પ્રત્યક્ષ નથી. છતાં તેને માનો છો ને? અહીં પણ પ્રત્યક્ષ ન થતા સ્તનાદિ લિંગોને સ્વીકારી લેવાના.
શંકા - ભલે સૂર્યની ગતિનું પ્રત્યક્ષ ન થાય, છતાં સૂર્ય સવારે પૂર્વ દિશામાં હોય, બપોરે માથે હોય અને સાંજે પશ્ચિમ દિશામાં હોય છે. આમ આકાશના જુદા-જુદા ભાગમાં વર્તવા રૂપ કાર્ય દ્વારા તેની ગતિનું અનુમાન થઈ શકે છે. ઉર્વી આદિ સ્થળે તેવું નથી.
સમાધાન - દેશાન્તર પ્રાપ્તિ એ સૂર્યગતિનું કાર્ય છે, તેથી જેમ વિત્યો ઉતમ કેશાન્તરપ્રાપ્ત:' અનુમાન સ્થળે દેશાન્તરપ્રાપ્તિ રૂપ કાર્યથી સૂર્યને વિશે ગતિની અનુમિતિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ ઉદ્ઘ અને વૃક્ષ શબ્દોને જે મા પ્રત્યય તથા વૃક્ષાસ્થળે સ્નો થવો આ સ્ત્રીલિંગ અને પુલિંગ નિમિત્તક કાર્ય થયા છે તેનાથી તેમનામાં સ્તનકેશરૂપ સ્ત્રીત્વ અને રોમાત્મક પુસ્ત લિંગોની અનુમિતિ થઇ શકે છે. અનુમાનનો આકાર આવો થશે ઉર્વી : स्त्रीत्वादिलिङ्गवन्तः आबादिकार्यवत्त्वात्.'
શંકા - આ વાત બરાબર નથી. કેમકે સૂર્યની ગતિના અનુમાનમાંદેશાન્તરપ્રાપ્તિ એ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે, બાધિત નથી. માટે તે સૂર્યની ગતિનું લિંગ બને છે. જ્યારે અહીં તો સ્તન-કેશ અને રોમ રૂપ લિંગાત્મક ધર્મ (સ્વરૂપ) થી રહિત (= વિવિક્ત) એવાં ઉર્વ અને વૃક્ષ વિષયક પ્રત્યક્ષ થવાથી તેમનામાં લિંગાભાવનો નિશ્ચય થવાથી વિરોધ (બાધ દોષ) આવે છે. આશય એ છે કે જેમ ઘટથી રહિત ભૂતલ જોવાથી ભૂતલને વિશે ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે, તેમ પ્રસ્તુતમાં અને વૃક્ષને વિશે પ્રત્યક્ષથી સ્તન-કેશ અને રોમરૂપલિંગ નથી આવુંલિંગાભાવનું પ્રત્યક્ષ થાય છે. હવે નિયમ છે કે “તત્તવૃદ્ધિ પ્રતિ મવિવાદ્ધિ વિચિT'તેથી મા પ્રત્યય વિગેરે કાર્ય દ્વારા ઉદ્ય આદિને વિશે જે સ્ત્રીત્વાદિ લિંગવત્તાની બુદ્ધિ થવાની વાત છે તે પ્રત્યક્ષથી ત્યાં થતી લિંગાભાવવત્તાની બુદ્ધિથી નથી થઇ શકતી. અર્થાત્ “જી માધ્યમવ: પ્રમાન્તિળ પક્ષે નિશ્ચિત: ૪ વાલિત:' નિયમ મુજબ ઉપરોક્ત ‘ઉર્વઃ સ્ત્રીત્વત્રિકવન્ત: માર્થિવસ્વા. અનુમાનમાં સ્ત્રીત્વવિનિવસ્વસાધ્યનો અભાવ પ્રત્યક્ષ પ્રમાણથી ઉર્વાદિ પક્ષમાં નિશ્ચિત છે. તેથી ત્યાં બાધ દોષ આવવાથી એ અનુમાનથી ઉદ્ગદિ પક્ષમાં સ્તનાદિ રૂપ સ્ત્રીત્વાદિ લિંગની સિદ્ધિ નહીં થઇ શકે. (A) આટલા કારણસર વસ્તુનું પ્રત્યક્ષ ન થાય -
अतिसन्निकर्षादतिविप्रकर्षान्मूर्त्यन्तरव्यवधानात्। तमसाऽऽवृत्तत्वादिन्द्रियदौर्बल्यादतिप्रमादादिति।। (४.१.३ म.भाष्यम्)