________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૧૪
શંકા - પરંતુ આ ઉત્પત્તિ, હાસ અને સ્થિતિ કોની લેવાની?
સમાધાન - રૂપાદિ પર્યાયોની લેવાની. પાદિ પર્યાયોની ઉત્પત્તિ (આવિર્ભાવ/વૃદ્ધિ) પુરૂછે, પાદિ પર્યાયોનો હ્રાસ (તિરોભાવ ન્યૂનતા) એ સ્ત્રીત્વ છે અને પાદિ પર્યાયોની સામ્યવસ્થા (સ્થિરતા) એનપુંસકત્વ છે.
શંકા - જો બધાજ પદાર્થો પ્રતિક્ષણ આ ત્રણ અવસ્થાવાળા છે તો પ્રત્યક્ષથીતેમ જોવામાં કેમ નથી આવતું?
સમાધાન - આ ત્રણે અવસ્થાઓ ફક્ત શબ્દોમાં વર્ણવી શકાય છે, તેમનું પ્રત્યક્ષ નથી થતું. તે યોગીગમ છે. તેમાં કેટલાક શબ્દો ઉત્પત્તિ, હાસઅને સ્થિતિરૂપ પુસ્ત, સ્ત્રીત્વ અને નપુંસકત્વપૈકી એક, બે કે ત્રણ ધર્મવાળા પદાર્થોને નિયમ અને વિકલ્પથી કહે છે. આ બાબતમાં શિષ્ટપુઓ દ્વારા કરાયેલાં પ્રયોગો જ પ્રમાણ છે. આશય એ છે કે લિંગ એ પદાર્થનો ઉપચય, અપચય અને સ્થિતિ રૂપ ધર્મ છે. તે ધર્મોને લઈને સાત ભાંગા પ્રાપ્ત થાય છે. તેમાં ત્રણ ભાંગે એક જ લિંગ જણાતું હોવાથી નિયમ પ્રાપ્ત થાય છે અને ચાર ભાંગે બે કે ત્રણ લિંગ જણાવાથી વિકલ્પ પ્રાપ્ત થાય છે. જેમકે (a) વૃક્ષ શબ્દ ફક્ત પુંલિંગ (= પુર્વધર્મવાળા પદાર્થને કહે) છે, (b) ઉર્વી શબ્દ ફક્ત સ્ત્રીલિંગ છે, (c) ઉપ શબ્દ માત્ર નપુંસકલિંગ છે, (d) શકું શબ્દ પુંલિંગ અને નપુંસકલિંગ છે, (e) પાથેય શબ્દ માધેયમ્ અને માથેથી આમ નપુરાકલિંગ અને સ્ત્રીલિંગ છે, (f) રૂપુ શબ્દ પંલિંગ અને સ્ત્રીલિંગ છે અને (g) ૮ શબ્દ તટ:, તરી અને તટઆમ પુંલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે.
શંકા - જે પુત્રને ઉત્પન્ન કરે તેને પુ કહેવાય અને જેમાં ગર્ભ ઉત્પન્ન થાય તેને સ્ત્રી કહેવાય. તમે જુદું પુત્વ અને સ્ત્રીત્વકેમ બતાવો છો?
સમાધાન - એકના એક શબ્દો જુદી જુદી વ્યુત્પત્તિને લઈને બનતા હોય છે. વ્યુત્પત્તિ બદલાવાથી તેમના અર્થ પણ બદલાતા હોય છે. લોક સૂતે સત્યમ્' આમ કર્તાકારક અર્થમાં વ્યુત્પત્તિ કરી બનેલો પુમાન શબ્દ ગ્રહણ કરે છે, તથા‘ત્યાતિ જડચામ્' આમ અધિકરણકારક અર્થમાં વ્યુત્પત્તિ કરી બનેલાં સ્ત્રી શબ્દને ગ્રહણ કરે છે, જેનો તમે કહ્યા પ્રમાણે અર્થ થાય છે. પરંતુ પ્રસ્તુતમાં પ્રવનમ્ = પુમાન અને સ્થાનમ્ = સ્ત્રી આમ ભાવમાં વ્યુત્પત્તિ કરી આ શબ્દો બનેલા છે. જેમનો અર્થ કમશઃ ઉત્પત્તિ અને હાલ થાય છે.
હવે જગતના બધા જ દ્રવ્યો હાસશીલ અને ઉત્પાદશીલ છે તથા જગતમાં ઘડા વિગેરે જે બધા દ્રવ્યો છે તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દગુણોના સમુદાય રૂપ છે. ગુણોથી ભિન્ન ઘટાદિ અવયવીદ્રવ્ય એકાન્ત નથી હોતું. જો કે કાર્યરૂપે નહીંઆરંભાયેલા ગુણો પૂર્વાવસ્થામાં (સૂક્ષ્માવસ્થામાં) પ્રત્યક્ષન હોવાથી તેઓ શબ્દ વ્યવહારના વિષય નથી બની શકતા. કેમકે કહેવાયું છે કે પાદિ ગુણોનું તે પાદિસ્વરૂપે નહીં પરિણમેલું સત્વ, રજસ્અને તમસ્વરૂપ પ્રત્યક્ષનો વિષય નથી બનતું.” છતાં તે સવાદિના પરિણામ સ્વરૂપ લોકપ્રસિદ્ધ રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થતું હોવાથી તેમનું અહીં ગ્રહણ થાય છે. આ એકઠા થયેલા દષ્ટિગોચર થતા રૂપાદિ ગુણો મૂર્તિ (દ્રવ્ય) શબ્દથી વાચ્ય બને છે.