________________
૧૮૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - દરેક પદો પોતપોતાના અર્થનું પ્રતિપાદન કરે એટલા માત્રથી યથાર્થબોધ નથી થતો. દરેક પદનો અર્થ બીજા પદના અર્થ સાથે સંબંધ ધરાવતો હોય છે અને તેમના પરસ્પરના સંબંધના બોધથી પદાર્થથી અતિરિત અન્વયરૂપ અર્થનો બોધ થાય છે કે જે વાક્યર્થ છે. વાક્ય એ પદાર્થોના સંસર્ગથી પેદા થયેલ વિશિષ્ટ અર્થનો વાચક છે. પદ તો માત્ર પદાર્થનો વાચક છે. જેમકે સાધુ: પદથી માત્ર સાધુકર્તાનો બોધ થશે, પણ તેના નિયત વિષયનો બોધ નહીં થાય કે તે કઈ ક્રિયાનો કર્તા છે? તે પોતે જ કર્તા છે કે બીજો પણ કોઈ કર્તા છે? ઈત્યાદિ. એ જ રીતે વર્ણન પદથી માત્ર કર્મનો અને કૂતે થી માત્ર ક્રિયાનો અનિયત વિષયવાળો બોધ થશે.
પરંતુ પુર્ષ નૂતે વાક્ય દ્વારા સાધુ જ કર્તા છે, બીજો નહીં. ધર્મ જ કર્મ છે, બીજું નહીં. કૂતે એ જ ક્રિયા છે, બીજી નહીં.” એમ નિયત વિષયનો બોધ થશે. આમ સામાન્ય અર્થમાં વર્તતા પદોનું જે પદાર્થના સંબંધરૂપ વિશેષ અર્થમાં વર્તવું તેને વાયાર્થ(4) કહેવાય. તેથી પદાર્થના સંસર્ગરૂપ વિશિષ્ટ અર્થના વાચક એવા વીવાનું પદથી ભિન્નરૂપે અસ્તિત્વ સ્વીકારવું પડશે.
શંકા - એક કામ કરીએ. આપણે વાક્યર્થને સ્વીકારીએ, પરંતુ તેને વાક્યથી પ્રતિપાઘસ્વીકારવાની જરૂર નથી. પદો પદાર્થોનું પ્રતિપાદન કરશે. પછી તે પદાર્થો જ પરસ્પરના સંબંધરૂપવાક્ષાર્થનું પ્રતિપાદન કરશે. આશય એ છે કે અભિહિતાવાદી મીમાંસકો વાક્યને ઉડાડે છે. તેઓ એવું માને છે કે પદો પોતપોતાના અર્થનું પ્રતિપાદન કરી નિવૃત્ત થઈ જાય છે. પછી તે પદાર્થો સંસર્ગરૂપ વાયાર્થનો બોધ કરાવે છે. આમ વાક્યર્થ વાક્યગમ્ય નથી. આ રીતે વાક્ય નામની વસ્તુ જ ન હોય તો સૂત્રમાં વાક્યનું વર્જન કરવાની જરૂર શું છે?
સમાધાન -જો વાક્ય વગર વાક્યર્થ સ્વીકારીએ તો તેને અશાબ્દમાનવાની આપત્તિ આવે. કહેવાનો ભાવ એ છે કે શબ્દથી (વાક્યથી) થતા બોધને શાબ્દબોધ કહેવાય છે. વાક્યર્થનો બોધ શાબ્દબોધરૂપે થતો હોય છે. હવે પદાર્થો દ્વારા જ જો તેમના સંસર્ગ રૂપ વાક્ષાર્થનો બોધ થતો સ્વીકારીએ તો તે શબ્દ દ્વારા થયો ન ગણાય. માટે વાક્યર્થને અશાબ્દરૂપે સ્વીકારવાની આપત્તિ આવે. માટે તેને વાયગમ જ સ્વીકારવો પડે.
શંકા - પરંતુ શબ્દ (= પદ)થી બોધ્ય પદાર્થો છે અને તે પદાર્થોદ્વારા સંસર્ગરૂપવાક્યર્થ જણાતો હોવાથી પરંપરાએ તો વાર્થ શબ્દબોધ્ય જ થયો. માટે તેને અશાબ્દ માનવાની આપત્તિ નથી.
સમાધાન - વાક્ષાર્થને આ રીતે પરંપરાએ શબ્દબોધ્યા (શાબ્દ) માનવામાં એક તો ગૌરવ દોષ આવે છે. (A) એક એક પદનું ઉચ્ચારણ કરતા કર્તા, કર્મ અને ક્રિયા રૂપ એકએક પદાર્થની પ્રતીતિ થાય. પરંતુ સમુદિત વાક્યના
ઉચ્ચારણથી કર્તા, કર્મ અને ક્રિયાના પરસ્પર સંબંધનું જ્ઞાન થવાથી વાક્યમાં ઉચ્ચરિત કર્તા, કર્મ અને ક્રિયા સિવાયના બીજા કર્તા, કર્મ અને ક્રિયાની વ્યાવૃત્તિ થાય. આ વ્યાવૃત્તિ એ જ વાક્યર્થ છે, જેને વાક્યથી જાણી શકાય છે. આમ વ્યાવૃત્તિરૂપ વાક્યાર્થ પદાર્થથી ભિન્ન છે.