________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૪૦.
શંકાઃ- તમે અહીં કઈ અર્થવત્તાનો આશ્રય કરો છો ? લૌકિકી કે બીજી કોઇ ? જો લૌકિકી અર્થવત્તાનો આશ્રય કરો છો, તો તે પદમાં જ સંભવે છે, કૃદંત કે તદ્ધિતાંતમાં નહીં. કેમકે લોકમાં ‘ર વન પ્રતિયોવ્યા નાઇપિ પ્રત્ય: 'ન્યાય મુજબ પદનો જ પ્રયોગ થાય છે. હવે જો અન્વય-વ્યતિરેકને આશ્રયીને પ્રાપ્ત થતી અર્થવત્તાનો આશ્રય કરવામાં આવે તો એ તો મૃત્યુ અને તદ્ધિત પ્રત્યયોને વિશે પણ સંભવે છે. જેમકે તત્ સત્વે તત્ સત્ત' એ અન્વય છે અને તમારે માવ:' એ વ્યતિરેક છે. ગોવાવ શબ્દસ્થળે ૩૫ પ્રકૃતિ અને પ્રત્યય છે, તથા અર્થ ગાયોનો માલિક અને સંતાનમાં છે. હવે ત્યશબ્દનો પ્રયોગ કરવામાં આવતા ૩૫ પ્રકૃતિ ચાલી જાય છે, નિતિ પ્રકૃતિ નવી આવે છે અને ગળુ પ્રત્યય એમનો એમ ટક્યો રહે છે. સાથે સાથે અર્થમાં ‘ગાયોનો માલિક અર્થ ચાલ્યો જાય છે. “દિતિ નામની સ્ત્રી આ અર્થ નવો આવે છે અને સંતાન” અર્થ પૂર્વવત્ ઊભો રહે છે. તેથી સમજી શકાય છે કે ૩૫ પ્રકૃતિ હોતે છતે ‘ગાયોના માલિક રૂપ અર્થનું હોવું, અને તેનહોતે છતે તે અર્થનું પણ ચાલ્યા જવું. આમ તેઓ વચ્ચે પરસ્પર અન્વય-વ્યતિરેક મળે છે. માટે ગાયોનો માલિક’ આ અર્થ ઉપપ્રકૃતિનો છે. બન્ને સ્થળે | ઊભો છે, તો સાથે 'સંતાન' અર્થ પણ ઊભો રહે છે. તેથી સમજી શકાય છે કે સંતાન’ અર્થ પ્રત્યયનો છે. આમ તદ્ધિત પ્રત્યયો અર્થવ છે. આ રીતે કૃત પ્રત્યય સ્થળે પણ અન્વય-વ્યતિરેક કરવાથી જણાઇ આવશે કે તેઓ સાર્થક છે.
સમાધાન - ‘અધાતુવિMo' સૂત્રમાં અર્થવ પદના ગ્રહણના સામર્થ્યથી લૌકિક અર્થવાળું જે પદ હોય છે, તેના અર્થને પ્રત્યાસન્ન જે સિવિગેરે પ્રત્યયોની પ્રકૃતિ (= કૃદંત અને તદ્ધિતાંત) નો અભિવ્યકતતર (= પ્રસિદ્ધ) એવો અર્થ, તે પ્રત્યયાન્ત (= કૃદંત અને તદ્ધિતાંત) ને વિશે જ જોવામાં આવે છે, તેનો અહીં આશ્રય કરવામાં આવે છે. આશય એ છે કે અધાતુવિમfo' સૂત્રના ‘અર્થવ પદથી જો લૌકિક અર્થવાનું ગ્રહણ કરવા જઇએ તો લોક દ્વારા ભાષામાં પ્રયોગ કરતા પદો જ લૌકિક અર્થવાળા હોય છે. માટે કૃતદ્ધિત પ્રત્યયાન્તને નામસંજ્ઞા નથી થઇ શકતી. હવે જે અન્વય-વ્યતિરેકને આશ્રયી અર્થવાને ગ્રહણ કરવા જઈએ તો ઉપર શંકામાં બતાવ્યું તે પ્રમાણે કૃતદ્ધિત પ્રત્યયો પણ અર્થવાન બનતા હોવાથી તેમને નામસંજ્ઞા થવાની આપત્તિ આવે છે. આ આપત્તિને વારી ઇષ્ટ લક્ષ્યોમાંનામસંજ્ઞા પ્રાપ્ત થાય તે માટે ‘અધાતુવિમ૦િ' સૂત્રોક્ત અર્થવ પદથી અહીંચ્યાઘન્ત પદથકી પ્રાપ્ત થતો જે લૌકિક અર્થતેને નજીકનો પ્રસિદ્ધ અર્થ ગ્રહણ કરવામાં આવે છે. આવો અર્થ કૃદન્ત અને તદ્ધિતાન્ત શબ્દોમાં જોવામાં આવે છે. કૃતદ્ધિત પ્રત્યયોમાં નહીં. કેમકે છિદ્ર, મિત્, ગોપાવઃ વિગેરે સ્થળે સિ આદિ પ્રત્યયોની છિદ્ મિત્, ગોપાવ વિગેરે કૃદન્ત અને તદ્ધિતાન્ત પ્રકૃતિનો અર્થ કોશ, ગણપાઠ(A) આદિમાં પ્રસિદ્ધ હોય છે. જ્યારે પ્રત્યયો કોશ કે ગણપાઠ આદિમાં ક્યાંય પણ અર્થવિશેષ જણાવવા બતાવાયા નથી હોતા. આમ “મધાતુવિમ' સૂત્રસ્થ અર્થવદ્ (A) अर्थवदिति - प्रशंसायां मतुप्। प्राशस्त्यं चार्थविशेषतात्पर्यककोशगणपाठादिनिर्दिष्टसजातीयत्वम्। प्रत्ययास्तु कोशे
गणपाठे वा कुत्राप्यर्थविशेषनिदर्शनाय न पठिता इति भावः। एवं चाष्टाध्यायीप्रसिद्धार्थवत्तामादायातिप्रसङ्गो न भवति। (. મધ્ય પ્રવીપરત્નપ્રારા:, ૨.૪.૨૪)