________________
१.१.२०
૧૩૯
વળી જ્યાં તદ્ધિતનો પ્રત્યય વિદ્યમાન છે એવા ઔપાવઃ વિગેરે સ્થળે પણ ફક્ત તદ્ધિતના સદ્ પ્રત્યયને નામસંજ્ઞા થશે. તેથી એકાથ્યનો અભાવ હોવાથી ષષ્ઠીનો લોપ નહીં થઇ શકે. આશય એ છે કે ઓપાવઃ પ્રયોગને ઉપયો: અપત્યમ્ આ લૌકિક વિગ્રહ બતાવી ત્યારબાદ અલૌકિક વિગ્રહની ૩૫] + હસ્ + અક્ અવસ્થામાં‘પેાર્થે રૂ.૨.૮' સૂત્રથી ષષ્ઠી (= ઙસ્) નો લોપ કરી સિદ્ધ કરવાનો છે. હવે જો કેવળ અન્ને નામસંશા થાય તો પશુ અને સદ્ પ્રકૃતિપ્રત્યયનો સમુદાય નામસંજ્ઞા ન પામવાથી તેઓ વચ્ચે ઐકાર્ય ન સધાતા 'પેાર્થે રૂ.૨.૮ ' સૂત્રથી ષષ્ઠીનો લોપ ન થઇ શકે, પરંતુ જો તદન્તને ( = તદ્ધિતાંતને) નામસંજ્ઞા થતી હોત તો પશુ અને અન્ આ પ્રકૃતિ-પ્રત્યયનો સમુદાય નામસંજ્ઞા પામતા તેઓ વચ્ચે ઐકાસ્થ્ય સધાત, જેથી ષષ્ઠીનો લોપ થઇ ઔપાવઃ પ્રયોગ સિદ્ધ થઇ શકત. આમ ‘સંજ્ઞાધિારે’ ન્યાય મુજબ ઉપરોક્ત આપત્તિ આવે છે.
સમાધાન ઃ- જ્યાં સંશી એવા પ્રત્યયને સાક્ષાત્ સંજ્ઞા કરવામાં આવી હોય તેવા સ્થળે ‘સંજ્ઞાધિારે ’ ન્યાય મુજબ પ્રત્યયને જ તે સંજ્ઞા થાય છે, પ્રત્યયાન્તને નહીં. પરંતુ જ્યાં પ્રત્યયને જે સંજ્ઞા (સૂચક પદ) બતાવી હોય તેનાથી અન્ય સંજ્ઞા જો તદન્તને (= પ્રત્યયાંતને) થતી હોય તો તે સંજ્ઞા પ્રત્યયાન્તને નથી થતી એવું નહીં, અર્થાત્ થાય જ છે. આશય એ છે કે પ્રસ્તુત સૂત્રમાં જો અન્ત શબ્દનું ગ્રહણ ન કરી ‘સા પવૅમ્’ આવું સૂત્ર બનાવીએ તો આ સૂત્રથી પદ સંજ્ઞા સા પદથી જણાતા સ્યાદિ અને ત્યાદિ પ્રત્યયોને સાક્ષાત્ લાગુ પડે છે. માટે અહીં ‘સંજ્ઞાધિારે 'ન્યાય મુજબ ફક્ત સ્યાદિ અને ત્યાદિ પ્રત્યયોને પદસંજ્ઞા લાગુ પડવાનો પ્રસંગ આવે છે. તેથી સ્યાદ્યન્ત-ત્યાઘન્તને પદસંજ્ઞા લાગુ પાડવા સૂત્રમાં અન્ત શબ્દ મૂકવો જરૂરી છે. પરંતુ ‘અધાતુવિ॰િ' સૂત્રસ્થળે કૃત્ અને તન્દ્રિત પ્રત્યયોને નામસંજ્ઞા કરવા માટે તે સૂત્રમાં વૃત્તષ્ઠિત આવા સાક્ષાત્ કોઇ શબ્દ ન મૂકતા તેમને માટે ત્યાં વિત્તિ આવી સંજ્ઞા અર્થાત્ સૂચક પદ બતાવ્યું છે. તેથી ‘અવિભક્તિ' સિવાયની નામસંજ્ઞા તદંત (કૃદંત અને તદ્ધિતાંત) ને તે સૂત્રથી થશે જ. ટૂંકમાં વાત એટલી છે કે જે સૂત્રમાં વિવક્ષિત પ્રત્યયને ઓળખાવવા સાક્ષાત્ તેને લગતા શબ્દનો ઉલ્લેખ હોય ત્યાં ‘સંજ્ઞાધિારેo ન્યાય લાગુ પડે. જેમકે પ્રસ્તુત સૂત્રમાં. પરંતુ જે સંજ્ઞાસૂત્રમાં વિવક્ષિત પ્રત્યયને ઓળખાવવા પરંપરાએ શબ્દ બતાવ્યો હોય ત્યાં ‘સંજ્ઞાધિારે ’ન્યાય લાગુ પડતો નથી. જેમકે ‘અધાતુવિપત્તિ॰'સૂત્રમાં કૃત્ અને તન્દ્રિત પ્રત્યયોને ઓળખાવવા સાક્ષાત્ ત્તષ્ઠિત આવા શબ્દ નથી બતાવ્યા, પણ વિત્તિ આવા પરંપર(વાયા) શબ્દથી તેમનું સૂચન કર્યું છે. માટે ત્યાં ‘સંજ્ઞાધિવારે ’ ન્યાય લાગુ પડતો ન હોવાથી 'પ્રત્યયઃ પ્રત્યારેઃ ૭.૪.' પરિભાષા મુજબ કૃદંત અને તદ્ધિતાંતને નામસંજ્ઞા થઇ શકે છે.
"
'
આમ પણ ‘અધાતુવિòિo ' સૂત્રમાં અર્થવાન્ શબ્દને નામ સંજ્ઞા કહી છે. કૃદંત અને તદ્ધિતાંત જ અર્થવાન્ હોય છે, મૃત્ અને તન્દ્રિત પ્રત્યયો નહીં. તેથી પણ સમજી શકાય કે તે સૂત્રમાં વિભયન્તના નિષેધથી અર્થવાન એવા કૃદંત અને તદ્ધિતાન્તને જ નામસંજ્ઞા કરવી ઇષ્ટ છે, કૃ-તષ્ઠિત પ્રત્યયોને નહીં.