________________
૧૧૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વર્ગોત્પાદકત્વરૂપ સાદશ્યને લઈને તેના દ્વારા ઉર, શિર વિગેરે સ્થાનો ગ્રહણ થશે. આ જ વાત પાણિનીયશિક્ષા માં) જણાવી છે કે “વર્ગોના (ઉત્પત્તિ) સ્થાનો આઠ છે - (૧) ઉર (હૃદય) (૨) કંઠ (૩) શિર (મૂર્ધન) (૪) જિલ્લામૂલ (૫) દાંત (૬) નાસિકા (૭) ઓ૪ (૮) તાલુ. (B)''
આશય એ છે કે અનાદિ કાળથી આત્માની સાથે જોડાયેલ કર્મ (અદષ્ટ) ના સાતત્યની પરંપરામાં જ્ઞાનાવરણીયાદિ જે આઠ કર્મો છે તે પૈકીના વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતી લબ્ધિમૂલક યોગ' નામનું વીર્ય છે કે જે આત્મા સાથે મન, વચન અને કાયાના સંબંધને લઇને આત્મલાભ (પોતાના અસ્તિત્ત્વ) ને પામે છે. વળી જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના કારણે વિચિત્રતાને પામતો આત્મ-પરિણામ (આત્માનો ગુણધર્મ) છે, જે વર્ગણાઓને તે તે સ્વરૂપે પરિણાવી આત્માને તેનું આલંબન લેવા માટે સૌ પ્રથમ જે વર્ગણાઓનું ગ્રહણ થવું જોઇએ તેમાં સહાયક છે, આવા યોગ નામના વીર્ય દ્વારા આત્મા અંજનના ચૂર્ણથી ખચોખચ ભરેલા દાબડાની જેમ એક, બે, ત્રણ ક્રમશઃ સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત વર્ગણાત્મક પ્રદેશ રૂપ દશ્ય અને અદશ્ય પગલો વડે ચારે બાજુથી ઠાંસીને ભરાયેલા આ જગતને વિશે વર્ણ રૂપે પરિણાવવા યોગ્ય અનંત પ્રદેશવાળા ભાષાવર્ગણાના પુલોને ગ્રહણ કરીને ઉર, કંઠ વિગેરે તે તે સ્થાનને વિષે તેમને તે તે ચોક્કસ વર્ણ રૂપે પરિણાવીને તેમનું આલંબન લઈને વિસર્જન કરે છે. (આ પંક્તિ પ્રમાણે અર્થ કર્યો. હવે આ વાતનો ભાવાર્થ સમજીએ.)
તાત્પર્ય એ છે કે આત્માની સાથે કર્મો અનાદિકાળથી જોડાયેલા છે. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી કર્મોની પરંપરા સતત આત્માની સાથે જોડાયેલી રહેવાની. વચ્ચે ક્યારેય એવો કાળ નહીંઆવવાનો જેમાં આત્માની સાથે કર્મો જોડાયેલા ન હોય. જૈનદર્શને તે કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આમ આઠ પ્રકારનાં માન્યા છે. આ આઠ પૈકીનું છેલ્લું જે અંતરાય કર્મ છે તેના પાંચ પેટા ભેદ પૈકીનો એક ભેદ છે વીર્યાન્તરાયકર્મ, જે આત્માના અનંત વીર્ય (શક્તિ) ને આવરવાનું કામ કરે છે. આ વીર્યાન્તરાય કર્મનો જો ક્ષયોપશમ થાય તો આત્માની આંશિક વીર્યશક્તિ ખીલે છે અને જો ક્ષય (સર્વથા નાશ) થાય તો આત્માની પૂર્ણ વીર્યશક્તિ ખીલે છે. પૂર્ણશકિત કેવળજ્ઞાન થતા ખીલે છે. તે પહેલા આંશિક શકિતનો જ ઉઘાડ રહે છે. આ વીર્યશકિતને લબ્ધિ (ક્ષમતા) પણ કહેવાય છે અને એ લબ્ધિના વપરાશને યોગ’ નામનું વીર્ય કહેવાય છે. અર્થાત્ યોગાત્મક વીર્યનું મૂળ ઉપાદાને કારણ) લબ્ધિ છે. આ યોગ પોતાની ઉત્પત્તિમાં મન, વચન (A) અહીં પાણિનિ ઋષિએ કહેલી વાત બતાવવા દ્વારા ગ્રન્થકાર પોતે બતાવેલાં સ્થાનની વાતને દઢ કરે છે. (B) अष्टौ स्थानानि वर्णानामुरः कण्ठः शिरस्तथा। जिह्वामूलं च दन्ताश्च नासिकौष्ठौ च तालु च।।
શ્લોકમાં નાસી સ્થળ સમાસ નથી, પણ નાસવા અને ગોષ્ટી ની સંધિ થઇ છે. સમાસ હોત તો સૂર્ય રે..૨૭' સૂત્રથી સમાહારન્દ સમાસ થઇ નાસિકોષ્ટમ્ પ્રયોગ થાત.