________________
૧૦૯
વિવરણ :- (1) અહીં સૂત્રમાં વર્તતા તુલ્ય શબ્દનો અવયવાર્થ (વ્યુત્પત્યર્થ) નથી લેવાનો, પરંતુ ફક્ત ‘સાદશ્ય’ અર્થ જ સમજવાનો છે. અર્થાત્ તુલ્ય એટલે સદશ. બાકી જો તેનો અવયવાર્થ લેવા જઇએ તો ત્રાજવા દ્વારા જેમનું સરખું માપ થાય તેમને તુલ્ય કહી શકાય. પ્રસ્તુતમાં વર્ણો વચ્ચે તુલ્યતા બતાવવાની છે અને વર્ણો કાંઇ તોલના વિષય નથી બનતા. માટે અહીં તુલ્ય શબ્દનો કેવળ ‘સદશ’ અર્થ લેવાની વાત છે.
१.१.१७
તિષ્ઠન્તિ વર્ષા અસ્મિન્ વ્યુત્પત્તિ મુજબ 'રાધારે .રૂ.૧ર૬' સૂત્રથી સ્થા ધાતુને અનદ્ પ્રત્યય લાગી સ્થાન શબ્દ બન્યો છે, અતિ (= ખિમતિ) અનેન વર્ષાત્ વ્યુત્પત્તિને લઇને ‘ૠવર્ગ ..૨૭’ સૂત્રથી બહુલમ્ મુજબ કરણ અર્થમાં ધ્યક્ પ્રત્યય લાગી ઞસ્ય શબ્દ બન્યો છે અને ‘નિ-સ્વપિ૦ ૧.રૂ.રૂબ' સૂત્રથી ન પ્રત્યય લાગી પ્રયતનમ્ = પ્રયત્ન શબ્દ બન્યો છે. ત્યારબાદ ઉપર સૂત્રસમાસ સ્થળે દર્શાવ્યા મુજબ તત્પુરુષ છે ગર્ભમાં જેના એવો ધન્ધુસમાસ જેના ગર્ભમાં છે તેવો બહુવ્રીહિસમાસ થવાથી સૂત્રસ્થ તુલ્યસ્થાનાઽઽસ્ય શબ્દ નિષ્પન્ન થયો છે.
(2) સ્થાન કોને કહેવાય તે કહે છે. પુદ્ગલ એટલે દ્રવ્યનો અવિભાજ્ય અંશ. સર્વ પુદ્ગલો સર્વદા રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા હોય છે. તેમને પુદ્ગલ એટલા માટે કહે છે કેમકે ઘટ, પટ આદિ અવયવી દ્રવ્યોમાં સતત તેમનું પૂરણ અને ગલન ચાલ્યા કરે છે. અર્થાત્ નવા પુદ્ગલો તેમનામાં સતત જોડાયા કરે છે અને જુના પુદ્ગલો સતત ખર્યા કરે છે. આ પુદ્ગલોનો સ્કંધ અનંત પ્રદેશાત્મક સંઘાત (= અનંત પ્રદેશોનો સમૂહ) છે. અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે જૈનદર્શન શબ્દને ભાષાવર્ગણા^)ના પુદ્ગલ સ્કંધમાંથી નિષ્પન્ન થતો સ્વીકારે છે. જૈનદર્શન પુદ્ગલોની સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ આ ચાર અવસ્થા બતાવે છે. સ્કંધ એટલે અનેક પુદ્દગલોનો સમૂહ. દેશ એટલે પુદ્ગલ સમૂહનો એક ભાગ, પ્રદેશ એટલે તે પુદ્ગલ કે જે સમૂહમાં જોડાયેલો છે અને પરમાણુ એટલે સમૂહથી છુટ્ટો પડેલો સ્વતંત્ર પુદ્ગલ. સ્કંધની રચના માટે સ્વતંત્ર પુદ્ગલોનું ભેગા થવું અર્થાત્ પ્રદેશ બનવું જરૂરી છે. કેમકે એનો એ પુદ્ગલ જો સ્વતંત્ર હોય તો તેને પરમાણુ કહેવાય છે અને એ જ પુદ્દગલ જો સમૂહમાં જોડાય છે તો તેને પ્રદેશ કહેવાય છે. આવા અનંતા પ્રદેશો ભેગા થવાથી ભાષાવર્ગણાનો સ્કંધ તૈયાર થાય છે. સ્કંધો જે જગ્યાએ વર્ણ (અક્ષર) રૂપે પરિણમે (ફેરવાય) છે, તે જગ્યાને સ્થાન કહેવાય છે અર્થાત્ જ્યાં વર્ગો આત્મલાભને (ચોક્કસ આકારને) પામતા રહે છે તે વર્ણોના ઉત્પત્તિસ્થાનને અહીં સૂત્રગત સ્થાન શબ્દથી સમજવું. આવા સ્થાન કંઠાદિ આઠ છે, અહીં આદિ શબ્દ પ્રકાર (સાદશ્ય) અર્થક હોવાથી
(A) જીવોને ઉપયોગી વર્ગણાઓ આઠ છે - (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ્ (૫) ભાષા (૬) શ્વાસોચ્છ્વાસ (૭) મન અને (૮) કાર્મણ. આ દરેક વર્ગણાઓમાં પુદ્ગલોની સંખ્યા અનંતી અનંતી વધતી જાય છે, છતાં વર્ગણાઓ સૂક્ષ્મ થતી જાય છે. આ સિવાય બીજી પણ અનેક વર્ગણાઓ છે. આ અંગે વિશેષ પંચસંગ્રહ આદિ ગ્રંથ થકી જાણી લેવું.