________________
१.१.१७
૧૧૧ અને કાયા રૂપ નિમિત્તકારણની અપેક્ષા પણ રાખે છે. મોક્ષ અવસ્થામાં આત્માને મન, વચન અને કાયા સાથે સંબંધ ન હોવાથી ત્યાં યોગ રૂપ વીર્ય સંભવતું નથી. મોક્ષમાં ઉપાદાન કારણ છે, છતાં નિમિત્તકારણ ન હોવાથી સકલ કારણનું સમવધાન ન થતા યોગાત્મક કાર્ય સંભવતું નથી. વળી આ યોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ નિમિત્તના કારણે વિવિધતાને પામે છે. જેમકે સુરા દ્રવ્ય મન-વચન-કાયાના ઉન્મત્ત યોગો પ્રવર્તાવે,
જ્યારે નિર્વિકૃત આહાર સાધનામાં સહાયક યોગોમાં નિમિત્ત બની શકે. તીર્થક્ષેત્રમન-વચન-કાયાના શુભયોગોમાં નિમિત્ત બને, જ્યારે ચિત્રશાળા ક્ષેત્ર અશુભયોગોમાં નિમિત્ત બને, ઉનાળાનો કાળ અકળામણ રૂપ યોગમાં કારણ બને, જ્યારે વસંતઋતુનો કાળ વિલાસના યોગમાં કારણ બને છે. કોઇ પ્રત્યે દ્વેષનો ભાવ મન-વચનકાયાના ક્રમશઃ ક્રોધ-અપશબ્દ અને મારવું વિગેરે યોગમાં હેતુ બને છે, જ્યારે રાગના ભાવ વહાલ-મીઠા વચન અને પંપાળવા વિગેરે યોગમાં હેતુ બને છે. પક્ષીનો ભવ ઉડવાના યોગમાં કારણ બને છે, જ્યારે વાંદરાનો ભવ ઠેકડા મારવાના યોગમાં કારણ બને છે. આ યોગ આત્મપરિણામ છે. તે વાતાવરણમાંથી વિવિધ વર્ગણાઓને ગ્રહણ કરી તેમને શરીર, શબ્દ, શ્વાસોચ્છવાસ, મન વિગેરે રૂપે પરિણાવવામાં સહાયક બને છે, જેથી આત્મા તેમનું આલંબન લઈ શકે.
આખાય ચૌદ રાજલોક પ્રમાણ જગતમાં એવા અનંતા પુલો છે, જે એકલા વર્તે છે. આ બધા પુદ્ગલોની એક વર્ગણા (ગ્રુપ) બને. તેમ અનંતા એવા પુદ્ગલો છે જે બે-બે ની જોડીમાં વર્તે છે. આ બીજી વર્ગણા થઇ. એમ ત્રણ-ત્રણની, ચાર-ચારની આવી રીતે ક્રમશઃ સંખ્યાત સંખ્યાતની, અસંખ્યાત અસંખ્યાતની, અનંત અનંત પુદ્ગલ પ્રદેશોની એવી અનંતી જોડીઓ (સ્કંધો) છે, જેમની વિવિધ વર્ગણાઓ બને છે. આ સર્વ વર્ગણાઓથી આખું જગત અંજન ચૂર્ણથી ભરેલા દાબડાની જેમ ઠાંસી-ઠાંસીને ભરાયેલું છે. તે પૈકી અનંત પુદ્ગલપ્રદેશોથી બનેલા સ્કંધો જ આત્માને ઉપયોગમાં આવી શકે છે. તેમાં આત્મા યોગાત્મક વીર્ય દ્વારા શબ્દ રૂપે પરિણાવવા યોગ્ય અનંત પ્રદેશવાળા ભાષાવર્ગણાના પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે અને તેમને ઉર, કંઠ, શિર વિગેરે સ્થાનોને વિષે તે તે શબ્દો રૂપે પરિણાવી તેમનું આલંબન લઇ શબ્દોને વાતાવરણમાં વિસર્જન કરે છે. જે બધાને વિવિધ સ્વરૂપે શ્રવણનો વિષય બને છે. આમ જેમ એકનો એક વાયુ શરીરના હૃદય, નાડી, ગુદા વિગેરે વિવિધ સ્થાનોને આશ્રયી જેમ પ્રાણ, વ્યાન, અપાન આદિ સ્વરૂપને પામે છે, તેમ ભાવવર્ગણાના પુલસ્કંધો પણ ઉર,કંઠ, શિર વિગેરે વિવિધ સ્થાનોને આશ્રયીને હરસ, કંઠરા, મૂર્ધન્ય વિગેરે સ્વરૂપને પામે છે. આમ ભાષાવર્ગણાના પુદ્ગલસ્કંધો જ્યાં શબ્દરૂપે પરિણમે તે સ્થળોને સ્થાન” કહેવાય.
શંકા - 'વર્ષો પુલપરિણામ (પુદ્ગલના વિકાર) છે.” આવું તમે શેના આધારે કહી શકો?
સમાધાન -વર્ગો પુલના પરિણામ છે' આ વાત વાલ્વેન્દ્રિયપ્રત્યક્ષત્વ' અને 'વાહ્યાપિ પ્રતિદીમાનવ આ બે હેતુ દ્વારા સિદ્ધ છે. એને આપણે અનુમાનના આકારે સમજીએ – વM: પુનિપરામ: વાજિયપ્રત્યક્ષતા,