SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાતમો અધ્યાય (૧) જીવસમૂહના કલ્યાણ માટે થાય, (૨) ગુરુઓને = માતા - પિતા વગેરે લોકને પરિતોષ કરનારી = હર્ષ આપનારી બને, (૩) સ્વ - પરના ગુણાંતરને = ગુણવિશેષને વધારનારી હોય, (૪) લોકોને = શિખલોકોને તે તે આચરણ વિશેષમાં દૃષ્ટાંતભૂમિ = દૃષ્ટાંતનું સ્થાન હોય, અર્થાત તે તે આચરણ વિશેષમાં શિષ્યલોકો તેને મળેલી વસ્તુનું દૃષ્ટાંત લે. (જેમકે શાલિભદ્રની ઋદ્ધિ, ત્યાગ તો શાલિભદ્રનો! એમ શાલિભદ્રની ઋદ્ધિ શિષ્યલોકના દૃષ્ટાંતનું સ્થાન છે.) ૭ આશય અત્યંત ઉદાર હોય, એટલે કે મનનો પરિણામ અતિતીવ્ર ઉદારતાવાળો હોય. ૮ અસાધારણ શબ્દ વગેરે વિષયોની પ્રાપ્તિ થાય. અહીં અસાધારણ એટલે બીજાઓની અપેક્ષાએ અસામાન્ય, અર્થાત્ બીજાઓથી ઉત્કૃષ્ટ. જેમકે શાલિભદ્ર વગેરેને મળેલા વિષયો. આ અસાધારણ વિષયો કેવા હોય તે જણાવે છે - આ અસાધારણ વિષયો (૧) સંક્લેશથી = અતિશય * અભિવૃંગથી રહિત હોય, (૨) અપરોપતાપી હોય = બીજાઓને સંતાપ પમાડનારા ન હોય, (૩) શુભ અવસાન વાળા હોય = પથ્ય અન્નના ભોજનની જેમ સુંદર પરિણામવાળા હોય. (૧૧) તથા काले धर्मप्रतिपत्तिः ॥१२॥४५५॥ इति । काले विषयवैमुख्यलाभावसरलक्षणे धर्मप्रतिपत्तिः सर्वसावधव्यापारपरिहाररूपा I૧૨ll કાળે = વિષયથી વિમુખ બનવાના અવસરે સર્વસાવદ્યપ્રવૃત્તિના ત્યાગ રૂપ ધર્મનો સ્વીકાર થાય છે. (૧૨) તત્ર વ - ગુરdહાથસંપન્ 19 રૂ૪૧દ્દા રૂતિ છે गुर्वी सर्वदोषविकलत्वेन महती सहायानां गुस्राच्छादीनां संपत् संपत्तिः ॥१३।। ઘર્મના સ્વીકારમાં ધર્મમાં સહાય કરે તેવા મોટા ગચ્છ વગેરેનો ઉત્તમ લાભ થાય છે. આ લાભ સર્વ દોષોથી રહિત હોવાથી ઉત્તમ છે. (૧૩) • * અભિન્કંગ એટલે રાગ ( = આસક્તિ). • અહીં કુદછાતીનાં પ્રયોગનો “ગુરુ અને ગચ્છ વગેરેનો' એવો અર્થ પણ થઈ શકે. બંને અર્થનો ભાવ તો એક જ છે. T૩૪૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy