SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ સાતમો અધ્યાય हिताय कल्याणाय सत्त्वसंघातस्य जन्तुजातस्य, परितोषकरी प्रमोददायिनी गुरूणां मातापित्रादिलोकस्य, संवर्द्धनी वृद्धिकारिणी गुणान्तरस्य स्वपरेषां गुणविशेषस्य, निदर्शनं दृष्टान्तभूमिस्तेषु तेष्वाचरणविशेषेषुजनानां शिष्टलोकानाम्, तथाऽत्युदारः अतितीव्रौदार्यवान् आशयो मनःपरिणामः, असाधारणाः अन्यैरसामान्याः शालिभद्रादीनामिव विषयाः शब्दादयः, रहिताः परिहीणाः संक्लेशेन अत्यन्ताभिष्वङ्गेन, अपरोपतापिनः परोपरोधविकलाः, अमङ्गुलावसानाः पथ्यान्नभोग इव सुन्दरपरिणामाः ।।११।। ત્યાં તેને ૧ ગુણપક્ષપાત ૨ અસદાચારભીરતા ૩ કલ્યાણમિત્રયોગ ૪ સત્કથાશ્રવણ અને પ માર્ગાનુસારી બોધ હોય, સર્વઉચિતની પ્રાપ્તિ થાય, તેને થયેલી આ સર્વ ઉચિતની પ્રાપ્તિ જીવસમુદાયના હિત માટે થાય, ગુરુઓને પરિતોષ કરનારી હોય, ગુણાન્તરને વધારનારી હોય, લોકોને દૃષ્ટાંતભૂમિ હોય, ૭ આશય અત્યંત ઉદાર હોય, ૮ અસાધારણ વિષયોની પ્રાપ્તિ થાય, એ વિષયો સંક્લેશથી રહિત, અપરોપતાપી અને શુભ અવસાનવાળા હોય. ૧ ગુણપક્ષપાત:- અહીં ગુણો એટલે શિષ્ટપુરુષોના અસજ્જનને પ્રાર્થના ન કરવી વગેરે આચારવિશેષો. શિષ્ટપુરુષોના આચારો કેવા હોય એ વિષે કહ્યું છે કે “અસજ્જનોની પાસે પ્રાર્થના (= માગણી) નકરવી, અલ્પધનવાળા મિત્રની પાસે પણ પ્રાર્થના ન કરવી, પ્રિય અને ન્યાયયુક્ત વર્તન કરવું, પ્રાણભંગ થાય તો પણ નિંદકાર્ય સહેલાઇથી ન કરવું, વિપત્તિમાં ઉન્નત રહેવું = દીનતા ન કરવી, મહાપુરુષોના પગલાને (=સ આચરણને) અનુસરવું, પુરુષોનું તલવારની ધાર પર ચાલવા જેવું આ વિષમવ્રત કોણે કહ્યું છે?” આવા ગુણોનો સ્વીકાર કરવો તે ગુણપક્ષપાત. ૨ અસદાચારભીરુતા - ગુણપક્ષપાત હોય એથી જ અસદાચારભીરુતા હોય, અસદાચારભીરુતા = જેવી રીતે વ્યાધિ - વિષ – આગ વગેરે દૂર હોય તો પણ તેનાથી ભય થાય તેમ ચોરી – પરદારાગમન વગેરે અસઆચારોનો દૂરથી ભય. ૩ કલ્યાણમિત્રયોગ = સુકૃત કરવાની બુદ્ધિ થવામાં નિમિત્ત બને તેવા લોકોની સાથે સંબંધ, અર્થાત્ સુકૃત કરવાની બુદ્ધિ કરાવે તેવા લોકોની સાથે સંબંધ. ૪ સત્કથાશ્રવણ = સદાચારી ગૃહસ્થોના અને સાધુઓના ચરિત્રોનું શ્રવણ. ૫ માર્ગાનુસારી બોધ = મોક્ષમાર્ગને અનુસરતો બોધ. સર્વ ઉચિત પ્રાપ્તિ = સર્વની એટલેકે ધર્મ - અર્થ – કામની આરાધના માટે ઉચિત હોય તેવી વસ્તુઓનો લાભ. આ સર્વ ઉચિત પ્રાપ્તિ કેવી હોય તે જણાવે છે - આ સર્વ ઉચિતની પ્રાપ્તિ ૩૪૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy