SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ બીજો અધ્યાય અશરણતા વગેરે બાર છે. કહ્યું છે કે (પ્ર. ૨. ગા. ૧૪૯ -૧૫૦) ““અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, ધર્મસ્વાખ્યાત, બોધિદુર્લભ એ બાર શુભ ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ.” આ ભાવનાઓથી રાગ - દ્વેષ – મોહરૂપ મળનો નાશ થાય છે. જેવી રીતે સારી રીતે કરેલી ચિકિત્સાથી વાત - પિત્ત વગેરે રોગો દૂર થાય છે, અથવા પ્રચંડ પવનથી વાદળાઓનો સમૂહ વિખરાઈ જાય છે, તેવી રીતે ભાવનાઓથી રાગ વગેરે દોષોનો ક્ષય થાય છે. કારણકે ભાવનાઓ રાગાદિદોષોની સાથે વિરોધવાળી છે. (૭૩) ततोऽपि किमित्याह * તમાડવઃ II૭૪૧૩રા રૂતિ तस्य रागादिक्षयस्य भावे सकललोकालोकविलोकनशालिनोः केवलज्ञान-दर्शनयोः लब्धौ सत्यां निस्तीर्णभवार्णवस्य सतो जन्तोः अपवर्ग उक्तनिरुक्त उद्भवतीति ।।७४।। રાગાદિનો ક્ષય થયા પછી શું થાય છે તે કહે છે : રાગાદિનો ક્ષય થતાં અપવર્ગ થાય છે. રાગાદિ દોષોનો ક્ષય થતાં સંપૂર્ણ લોક અને અલોકને જોવાના સ્વભાવવાળા કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. એ બેની પ્રાપ્તિ થતાં જીવ સંસારરૂપ સમુદ્રના પારને પામીને અપવર્ગને (મોક્ષને) પામે છે. અપવર્ગ શબ્દનો શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ પૂર્વે (પહેલા અધ્યાયની બીજી ગાથામાં) કહી દીધો છે. (૭૪) किंलक्षण इत्याह स आत्यन्तिको दुःखविगम इति ॥७५॥१३३॥ इति । सः अपवर्गः अत्यन्तं सकलदुःखशक्तिनिर्मूलनेन भवतीति आत्यन्तिको दुःखविगमः सर्वशारीर-मानसाशर्मविरहः सर्वजीवलोकासाधारणानन्दानुभवश्चेति ।।७५।। અપવર્ગનું (=મોક્ષનું સ્વરૂપ કેવું છે તે કહે છે : અપવર્ગ આત્યંતિક દુઃખવિરહ સ્વરૂપ છે. અપવર્ગમાં સકલ શારીરિક – માનસિક દુઃખોની શક્તિનો નિર્ટૂલ નાશ થાય છે, માટે અપવર્ગમાં થતો દુઃખવિરહ આત્યંતિક કહેવાય છે. અપવર્ગમાં આત્યંતિક દુઃખવિરહની સાથે સંસારમાં રહેલા જીવો ન અનુભવી શકે તેવા અસાધારણ આનંદની અનુભૂતિ પણ થાય છે. ૧૧૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy