________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
(આનાથી એ સૂચવ્યું કે મોક્ષ કેવળ દુઃખાભાવ સ્વરૂપ નથી, પણ સુખસ્વરૂપ પણ छ.) (७५)
इत्थं देशनाविधिं प्रपञ्च्योपसंहरन्नाह
एवं संवेगकृद्धर्म आख्येयो मुनिना परः।
यथाबोधं हि शुश्रूषो वितेन महात्मना ॥४॥ इति । एवम् उक्तन्यायेन संवेगकृत् संवेगकारी देशनाहप्राणिनः, संवेगलक्षणं चेदम् - तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे राग-द्वेष-मोहादिमुक्ते। साधौ सर्वग्रन्थसंदर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ।।१००।। ( ) इति। धर्म उक्तलक्षणः आख्येयः प्रज्ञापनीयो मुनिना गीतार्थेन साधुना, अन्यस्य धर्ममुपदेष्टुमनधिकारित्वात्, यथोक्तं निशीथे - संसारदुक्खमहणो विबोहओ भवियपुंडरीयाणं। धम्मो जिणपन्नत्तो पकप्पजइणा कहेयव्वो ।।१०१।। (बृहत्कल्पभाष्ये गा० ११३५) प्रकल्पयतिना इति अधीतनिशीथाध्ययनेनेति । परः शेषतीर्थान्तरीयधर्मातिशायितया प्रकृष्टः, कथमाख्येय इत्याह- यथाबोधं हीति यथावबोधमेव, अनवबोधे धर्माख्यानस्योन्मार्गदेशनारूपत्वेन प्रत्युतानर्थसंभवात्, पठन्ति च- न हयन्धेनान्धः समाकृष्यमाणः सम्यगध्वानं प्रतिपाद्यते ( ) इति। कीदृशस्य सत इत्याह - शुश्रूषोः श्रोतुमुपस्थितस्य, कीदृशेन मुनिनेत्याह-भावितेन आख्यायमानधर्मप्रतिबद्धवासनावासितेन, भावाद् भावप्रसूतिः (
) इति वचनात्, भाविताख्यानस्य श्रोतुः तथाविधश्रद्धानादिनिबन्धनत्वात्, पुनरपि कीदृशेनेत्याह- महात्मना, तदनुग्रहैकपरायणतया महान् प्रशस्य आत्मा यस्य स तथा तेनेति ।।४।।
આ પ્રમાણે દેશનાવિધિનો વિસ્તારથી વર્ણન કરીને હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે -
આ પ્રમાણે ભાવિત અને મહાત્મા એવા મુનિએ સાંભળવાની ઈચ્છાવાળા શ્રોતાને સંવેગકારી અને પ્રકૃષ્ટ ધર્મ પોતાના બોધ પ્રમાણે જ કહેવો જોઈએ. આ પ્રમાણે એટલે આ અધ્યાયમાં અહીં સુધી કહ્યું એ પ્રમાણે. ભાવિત એટલે જે ધર્મનું વ્યાખ્યાન થઈ રહ્યું છે તે ધર્મની વાસનાથી (=સંસ્કારથી) વાસિત. અર્થાત વક્તા જે ધર્મનું વ્યાખ્યાન કરતો હોય તે ધર્મથી પોતે ભાવિત હોવો જોઈએ. આનું કારણ
-
११४