________________
છ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા ૪) કલ્થ? – સિદ્ધો ક્યાં છે ?
સાંખ્યો માને છે કે, “સિદ્ધો સર્વગત છે. બૌદ્ધો માને છે કે, “જ્યાં મુક્ત થયા હોય ત્યાં સિદ્ધો હોય છે. કેટલાક માને છે, “સિદ્ધો હંમેશા રહેલા છે. તેથી સંશય થાય છે કે, “સિદ્ધો ક્યાં છે?'
આ પ્રશ્નનો અહીં જવાબ અપાય છે કે, “સિદ્ધો સિદ્ધક્ષેત્રની ઉપર લોકને અંતે રહેલા છે, અન્યત્ર નહીં, કેમકે બધે રહેલા આત્માનો મોક્ષ ન થાય અને આત્મા લઘુ અને ઉપર જવાના સ્વભાવવાળો છે. જેમ સહાયકના અભાવમાં કૂદનારાની ગતિ થતી નથી તેમ સહાયક એવા ધર્માસ્તિકાયના અભાવમાં સિદ્ધોની લોકની ઉપર ગતિ થતી નથી.” ૫) કિયત્કાલ? – સિદ્ધો કેટલો કાળ હોય છે ?
કેટલાક એમ માને છે કે, “તીર્થને કરનારા મોક્ષમાં ગયા પછી પોતાના તીર્થની હાનિ જોઈને ફરી સંસારમાં આવે છે. તેથી સંશય થાય કે, “સિદ્ધો કેટલા કાળ સુધી હોય છે ?'
આ પ્રશ્નનો અહીં જવાબ અપાય છે કે, “સિદ્ધો ફરીથી સંસારમાં આવતાં ન હોવાથી સાદિ અનંત કાળ સુધી હોય છે.” ૬) કઈ વ સિં ભેયા ? સિદ્ધોના કેટલા ભેદો છે?
કેટલાક માને છે કે, “જેમ ચન્દ્ર એક હોવા છતાં ભિન્ન ભિન્ન જલમાં અનેક ચન્દ્ર દેખાય છે તેમ એક જ જીવાત્મા બધા જીવોમાં રહેલો હોવાથી અનેક દેખાય છે. તેથી સંશય થાય છે કે, “સિદ્ધોના કેટલા ભેદો છે? સિદ્ધો એક છે કે અનેક છે ?'
આ પ્રશ્નનો અહીં જવાબ અપાય છે કે, “સિદ્ધો અનંતરસિદ્ધપરંપરસિદ્ધ વગેરે ભેદોથી અનંત છે. એક જીવના પણ અનંત ભેદો છે. કેમકે જીવ શુદ્ધ દ્રવ્ય છે. તેના દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ ચેતનાપણું, દ્રવ્યપણું, પ્રમેયપણું, પ્રમાણપણું, શેયપણું, જ્ઞાનીપણું, દર્શનીપણું, દશ્યપણું, સુખીપણું વગેરે અનંત આત્મપરિણામો છે અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત વીર્ય, અવ્યાબાધ સુખ વગેરે અનંત આત્મપરિણામો છે. આ પરિણામો જીવના પોતાના છે, જીવથી જુદા નથી.