________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૯ ઉપભોગાંતરાય- ઉપભોગાંતરાયની વ્યાખ્યા પણ ભોગાંતરાયની જેમ જાણવી. પણ ભોગ-ઉપભોગમાં ભેદ આ પ્રમાણે છે- જે એક જ વાર ભોગવી શકાય તે આહાર અને પુષ્પમાળા વગેરે ભોગ છે. જે વારંવાર ભોગવી શકાય તે ઘર અને બંગડી વગેરે ઉપભોગ છે. કહ્યું છે કે– “જે એકવાર ભોગવાય તે ભોગ અને તે આહાર-પુષ્પમાળા વગેરે છે. વારંવાર ભોગવાય તે ઘર-બંગડી વગેરે ઉપભોગ છે.”
વિર્યાતરાય– નિરોગી અને યુવાન હોવા છતાં જેના ઉદયથી અલ્પ વીર્યવાળો થાય તે વીર્યંતરાય કર્મ.
વિચિત્ર– જ્ઞાનાવરણ આદિ સર્વ કર્મ વિવિધ પ્રકારનું છે, અર્થાત્ એક જ પ્રકારનું નથી. કારણ કે વિવિધ ફળવાળું છે.
પુગલ સ્વરૂપ- કર્મ પરમાણુ સ્વરૂપ છે, વાસનાદિ રૂપ કે અમૂર્ત (=અરૂપી) નથી.
પ્રશ્ન- ગાથામાં નાના અને વિયં એ બે વાર ક્રિયાનો પ્રયોગ દોષ રૂપ નથી ?
ઉત્તર- બંનેનું આલંબન ભિન્ન છે માટે દોષ નથી. (જ્ઞાન ક્રિયાનું આલંબન પાંચ પ્રકાર છે. વિયં ક્રિયાનું આલંબન વિચિત્ર પુગલરૂપ કર્મ છે.) (૨૬)
एयस्स एगपरिणामसंचियस्स उ ठिई समक्खाया । उक्कोसेयरभेया, तमहं वुच्छं समासेणं ॥ २७ ॥ [एतस्यैकपरिणामसंचितस्य तु स्थितिः समाख्याता । ૩છેતરમેલારામર્દ વચ્ચે સમાન | ર૭ |].
एतस्य चानन्तरोदितस्य कर्मणः एकपरिणामसंचितस्य तुशब्दस्य विशेषणार्थत्वात्प्रायः क्लिष्टैकपरिणामोपात्तस्येत्यर्थः स्थितिः समाख्याता सांसारिकाशुभफलदातृत्वेनावस्थानं उक्तमागम इति गम्यते । उत्कृष्टेतरभेदाद् उत्कृष्टा जघन्या च समाख्यातेति भावः, तां स्थितिमहं वक्ष्ये,ऽहमित्यात्मनिर्देशे, वक्ष्ये-ऽभिधास्ये, समासेन संक्षेपेण न तूत्तरप्रकृतिभेदस्थितिप्रतिपादनप्रपञ्चेनेति ॥२७॥
ગાથાર્થ– એક પરિણામથી એકઠા કરેલા (=બાંધેલા) કર્મની ઉત્કૃષ્ટજઘન્ય સ્થિતિ કહી છે. તેને હું સંક્ષેપથી કહીશ.