________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૮ तं दाणलाभभोगोवभोगविरियंतराइयं जाण । चित्तं पोग्गलरूवं, विनेयं सव्वमेवेयं ॥ २६ ॥ [तदानलाभभोगोपभोगवीर्यान्तरायिकं जानीहि । चित्रं पुद्गलरूपं विज्ञेयं सर्वमेवेदम् ॥ २६ ॥]
तहानलाभभोगोपभोगवीर्यान्तरायं जानीहि । तत्र दानान्तरायं यदुदयात्सति दातव्ये प्रतिग्राहके च पात्रविशेषे दानफलं च जानन्नोत्सहते दातुम् । लाभान्तरायं तु यदुदयात्सत्यपि प्रसिद्ध दातरि तस्यापि लभ्यस्य भावे याञ्चाकुशलोऽपि न लभते । भोगान्तरायं तु यदुदयात्सति विभवे अन्तरेण विरतिपरिणामं न भुङ्क्ते भोगान् । एवमुपभोगान्तरायमपि । नवरं भोगोपभोगयोरेवं विशेष:- सकृद्भुज्यत इति भोगः आहारमाल्यादिः, पुनः पुनरुपभुज्यत इत्युपभोगः भवनवलयादिः ॥ उक्तं च
सइ भुज्जइत्ति भोगो, सो उण आहारफुल्लमाईसु । उवभोगो उ पुणो पुण, उवभुज्जइ भवणवलयाई ॥
वीर्यान्तरायं तु यदुदयान्निरुजो वयस्थश्चाल्पवीर्यो भवति । चित्रं पुद्गलरूपं विज्ञेयं सर्वमेवेदं चित्रमनेकरूपं चित्रफलहेतुत्वात्, पुद्गलरूपं परमाण्वात्मकं न वासनादिरूपममूर्तमिति, विज्ञेयं ज्ञातव्यं, भिन्नालम्बनं पुनः क्रियाभिधानमदुष्टमेव, सर्वमेवेदं ज्ञानावरणादि कर्मेति ॥ २६ ॥
ગાથાર્થ– તે ચરમ કર્મ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય (એમ પાંચ પ્રકારનું) જાણ. જ્ઞાનાવરણ વગેરે આ સર્વ પ્રકારનું કર્મ વિચિત્ર અને પુગલ સ્વરૂપ જાણવું.
ટીકાર્થ– દાનાંતરાય આપવા યોગ્ય વસ્તુ હોય, લેનાર વિશિષ્ટ પાત્ર હોય, દાનના ફળનું જ્ઞાન હોય, છતાં જેના ઉદયથી આપવાનો ઉત્સાહ ન થાય તે દાનાંતરાય કર્મ.
લાભાંતરાય- દાતા તરીકે પ્રસિદ્ધ મનુષ્ય વિદ્યમાન હોય, તેની પાસે મેળવવા યોગ્ય વસ્તુ પણ હોય, માગનાર માગવામાં કુશળ પણ હોય, આમ છતાં જેના ઉદયથી ન મેળવી શકે તે લાભાંતરાય કર્મ.
ભોગાંતરાય– વૈભવ હોય, વિરતિના પરિણામ ન થયા હોય, અર્થાત્ ભોગો ભોગવવાની ઇચ્છા હોય, આમ છતાં જેના ઉદયથી ભોગો ન ભોગવી શકે તે ભોગાંતરાય કર્મ.