________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૧૫ निरोधात्फलं तत्र युज्यत इति वर्तते अविषयशक्त्यभावयोस्तु कुतः फलमिति | રરૂપ
હવે બીજું વાદસ્થાન ગાથાર્થ– ટીકાર્થ– જે જીવોના વધનો સંભવ છે તે કૃમિ-કીડી આદિ જીવોના વધની નિવૃત્તિ કરવી એ યોગ્ય છે. કારણ કે વધના વિષયમાં પ્રવૃત્તિ થતી નથી, અર્થાત્ મારી શકાય તેવા જીવોને મારવાની પ્રવૃત્તિ અટકી જાય છે. તથા મારી શકાય તેવા જીવોને મારવાનો પ્રસંગ આવી જવા છતાં ન મારવામાં શક્તિનો વિરોધ કરવાથી ફળ મળે છે. આમ વધના અવિષયમાં અને શક્તિના અભાવમાં ફળ ક્યાંથી મળે? અર્થાત્ ન મળે.
સાર– અહીં વધનિવૃત્તિમાં બે મુદ્દા જણાવ્યા છે. (૧) જે જીવોના વધનો સંભવ હોય તે જીવોના વધની નિવૃત્તિ કરવી જોઇએ. (૨) જે જીવોનો વધ કરવાથી શક્તિ હોય તે જીવોના વધની નિવૃત્તિ કરવી જોઇએ. (૨૩૫) तथा चाहनो अविसए पवित्ती, तन्निवित्तिइ अचरणपाणिस्स । झसनायधम्मतुल्लं, तत्थ फलमबहुमयं केइ ॥ २३६ ॥ [नोऽविषये प्रवृत्तिः तन्निवृत्त्या अचरणपाणेः । झषज्ञातधर्मतुल्यं तत्र फलमबहुमतं केचित् ॥ २३६ ॥] नोऽविषये नारकादौ प्रवृत्तिर्वधक्रियायास्ततश्च तन्निवृत्त्या अविषयप्रवृत्तिनिवृत्त्या अचरणपाणे: छिनगोदुकरस्य झषज्ञातधर्मतुल्यं छिन्नगोदुकरस्य मत्स्यनाशे धर्म इत्येवं कल्पं तत्र निवृत्तौ फलं अबहुमतं विदुषामश्लाघ्यं केचन मन्यत इत्येषः पूर्वपक्षः ॥ २३६ ॥
તે પ્રમાણે જ કહે છે– ગાથાર્થ ટીકાર્થ– નારક વગેરે જીવો કે જેમને મારી શકાય તેમ નથી તે જીવોને આશ્રયીને વધની નિવૃત્તિ એ અવિષયપ્રવૃત્તિની નિવૃત્તિ છે, અર્થાત્ જે જીવોનાં વધક્રિયાની પ્રવૃત્તિ ન કરી શકાય તેવા જીવોના વધની નિવૃત્તિ છે. આવી નિવૃત્તિ જેના હાથ-પગ છેદાઈ ગયા છે તેવા માણસને १. सर्वेषूपलब्धपुस्तकादर्शेषु एतादृशमेवेति नास्माकं मनीषोन्मेषोऽत्र ।