SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ विषया-शब्दादयः, एवंभूताः सन्तः । कासु कीदृशा इत्याह-भवशतानांजन्मशतानां अनन्तानां परम्पराः-पद्धतयस्तासु । अपिशब्दः सम्भावने । दुःखस्य-असातस्य विपाकः-अनुभवनं तस्य-अनुबन्धः सातत्यं तत्कराविधायकास्ते तथा, अत्रुटितदुःखार्पका भवन्तीति शेष इति ॥ १०९ ॥ દાન્તિકને કહે છે– ગાથાર્થ– તેવી રીતે ઉપચારથી ભેગા કરેલા કે વધારેલા, રમણીય અને ઉત્કટ (અતિશય) રાગથી સેવેલા વિષયો સેંકડો (=અનંત) ભવોની પરંપરામાં અશાતાનુભવના અનુબંધને કરનારા છે, અર્થાતુ અનંતભવો સુધી સતત દુઃખ આપનારા છે, એટલે કે અનંતભવો સુધી દુ:ખ પ્રાપ્ત થાય તેવો કર્મબંધ કરાવનારા છે. ટીકાર્થ– ઉપચારથી ભેગા કરેલા કે વધારેલા કોઇની ખુશામત કરીને કોઇનો વિનય કરીને કે કોઇની સેવા કરીને ભેગા કરેલા કે વધારેલા. પિ શબ્દ સંભાવના અર્થમાં છે, અર્થાત્ વિષયો અનંત ભવો સુધી સતત દુઃખ આપનારા બને એવી સંભાવના છે. જો મંદરાગથી સેવેલા હોય તો અનંતભવો સુધી દુઃખ ન પણ આપે. (૧૦૯) अथ विषयासक्तानामुपायेन शिक्षामाहअपि पश्यतां समक्षं, नियतमनियतं पदे पदे मरणम् । येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ॥ ११० ॥ अपेय॑त्ययेन सम्बन्धः । ततः पश्यतामपि समक्षं-प्रत्यक्षं मरणमिति सम्बन्धः । कीदृशम् ? नियतं देवनारकाणां, तथा अनियतं तिर्यग् मनुष्याणां, पदे पदे-स्थाने स्थाने, अथवा नियतं-सर्वकालमेवावीचीमरणरूपं, समये समये आयुःक्षयात्, येषां विषयेषु रतिर्भवति-स्वास्थ्यं जायते न तान् मानुषान् गणयेत् कुशलः । तिर्यञ्च एव हि ते, निर्बुद्धिकत्वादिति ॥ ११० ॥ હવે વિષયાસક્તોને ઉપાયથી શિક્ષાને કહે છે– ૧. ટીકાકારે પીરસંસ્કૃત અને રવિન્દ્ર એ બે વિશેષણોનો અન્વય રાગની સાથે કર્યો છે, અનુવાદમાં વિષયોની સાથે કર્યો છે. પ્રશમરતિ • ૮૫
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy