SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ योगनिरोधाद्भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥ સુમ તિ | ૭૪ | ગાથાર્થ– યોગનિરોધથી ભવપરંપરાનો નાશ થાય છે. ભવપરંપરાના નાશથી મોક્ષ થાય છે. તેથી સઘળા કલ્યાણનો આધાર વિનય છે. (૭૪) ये पुनरविनीतास्तेषां स्वरूपमाहविनयव्यपेतमनसो, गुरुविद्वत्साधुपरिभवनशीलाः । त्रुटिमात्रविषयसङ्गादजरामरवन्निरुद्विग्नाः ॥ ७५ ॥ विनयाद् व्यपेतं-नष्टं मनः-अन्तःकरणं येषां ते तथा । तथा गुरुविद्वत्साधुपरिभवनशीलाः-आचार्यपण्डितयतिपराभवस्वभावाः । त्रुटि-अल्पशब्दवाच्यः पदार्थः कालविशेषो वा स एव त्रुटिमात्रं, त्रुटिमात्राश्च ते विषयाश्चशब्दादयस्तेषु सङ्गः-सम्बन्धः तस्माद्धेतोः, किमित्याह-अजरामरवत्-जरामरणरहिता वयमिति विकल्पपरा लौकिकसिद्धा इव निरुद्विग्नाः-निर्भया वर्तन्ते । न कदाचिदस्माकं जरामरणादि भविष्यतीति मन्यन्त इति ॥ ७५ ॥ જે શિષ્યો અવિનીત છે તેમનું સ્વરૂપ કહે છે– ગાથાર્થ– જેમનું મન વિનયથી રહિત બની ગયું છે તેવા અને ગુરુ, વિદ્વાનો અને સાધુઓનો અનાદર કરવાના સ્વભાવવાળા પુરુષો અતિશય અલ્પમાત્ર વિષયોનો સંબંધ થવાથી (=અતિ અલ્પ વિષયો મળી જવાથી) જાણે અમે વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત છીએ એમ કલ્પીને નિર્ભય રહે છે. ટીકાર્ય- (બારીમાંથી ઘરમાં પ્રવેશતા સૂર્યકિરણોમાં જે સૂક્ષ્મ રજ દેખાય છે તેને ત્રુટિ કહેવામાં આવે છે અથવા બે ક્ષણ જેટલા કાળને ત્રુટિ કહેવામાં આવે છે. વિદ્વાનોચૌદ પૂર્વધરો વગેરે વિદ્વાન સાધુઓ.) નિર્ભય=જાણે કે લૌકિક સિદ્ધોની જેમ નિર્ભય રહે છે. અમને ક્યારેય વૃદ્ધાવસ્થા-મરણ વગેરે નહિ થાય એમ માને છે. (લોકમાં વિદ્યાસિદ્ધ વગેરે પ્રશમરતિ ૦ ૫૯
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy