SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ- ચરમશરીરી- ચરમ એટલે અંતિમ=છેલ્લું. જેનું શરીર અંતિમ છેલ્લું છે તે ચરમશરીરી. (તીર્થકરો નિયમ એ જ ભવમાં મોક્ષમાં જતા હોવાથી અન્ય શરીરના ગ્રહણનો સંભવ જ નથી. કારણ કે શરીરનું કારણ કર્યો છે. મોક્ષમાં કર્મનો સર્વથા અભાવ હોય છે.) દશ પ્રકારના યતિધર્મના પ્રકારો- ક્ષમા વગેરે દશ પ્રકારના સદ્ આચરણ રૂપ યતિધર્મોના પ્રકારો આ ગ્રંથમાં આગળ સેવ્ય: ક્ષત્તિ (ગા. ૧૬૭) ઇત્યાદિથી કહેશે. જિનો=રાગાદિને જીતનારા. (રાગ-દ્વેષ મોહનીયકર્મના ભેદો છે. આથી અહીં રાગ-દ્વેષ જયનો ઉલ્લેખ મોહજયનું સૂચન કરે છે.) મૂળગાથામાં પડ્ઝ-નવ-તા એ પ્રયોગમાં પડ્ઝ વગેરે ત્રણ શબ્દો દ્વન્દ્ર સમાસમાં છે. બીજાઓ પ વગેરે ત્રણ પદોમાં અલગ અલગ પ્રથમ બહુવચન ગણે છે. જયવંતા વર્તે છે=બધા (દેવો) કરતાં ચઢિયાતા રહે છે. (૧) एवमिह भरतजिनान्नमस्कृत्य सम्प्रति सामान्येन पञ्चपरमेष्ठिस्तुतिमाहजिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च । प्रशमरतिस्थैर्यार्थं, वक्ष्ये जिनशासनात् किञ्चित् ॥ २ ॥ નિત્યાદિ, નિના: પૂર્વોત્તેસ્વરૂપ, સિદ્ધાઃ સિદ્ધિ પ્રાપ્તી, વાર્યા - पञ्चविधाचारनिरताः, उपाध्यायाः-सूत्रप्रदाः, अत्र द्वन्द्वसमासः, तान् प्रणिपत्यनत्वा, सर्वसाधून्-भरतादिक्षेत्रवर्त्यशेषयतीन् । चः समुच्चये । किञ्चिद्वक्ष्ये इति सम्बन्धः । किमर्थम् ? प्रशमरतिस्थैर्यार्थं-उपशमप्रीतिनिश्चलतायै । वक्ष्येદશ એમ કેમ કહ્યું ? એવો પ્રશ્ન થાય એ સહજ છે. આનો ખુલાસો ટીકાકારે જણાવ્યો નથી. પણ વિચાર કરતાં મને જણાય છે કે- જીવ સર્વ પ્રથમ પંચ પરમેષ્ઠીની આરાધના કરનારો બને છે, પંચ પરમેષ્ઠીની આરાધના કરતાં કરતાં અશુભ કર્મનો ક્ષય થતાં નવપદની આરાધના કરનારો બને છે. પછી સમય જતાં દશ પ્રકારના યતિધર્મની આરાધના કરનારો બને છે. યતિધર્મની આરાધના કરતાં કરતાં રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવીને વીતરાગ સર્વજ્ઞ બને છે. આમ આવા ક્રમિક આધ્યાત્મિક વિકાસ સૂચક પાંચ-નવ-દશ શબ્દનો પ્રયોગ હોય એવી સંભાવના જણાય છે. પ્રશમરતિ - ૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy