________________
ताम् । कुर्यादिति वक्ष्यमाणार्याक्रियायोगः । इति कथाद्वयं । अत्राणिप्रत्यय औणादिकः । ततः प्रत्यासत्त्या व्याख्या, तत्र विक्षेपण्या विमार्गेत्यादिना आक्षेपण्याः श्रोतृजनेत्यादिना च, ततो विमार्गा - मिथ्यामार्गे मोक्षविपरीतास्तस्य बाधनं-दोषवत्त्वख्यापनं तत्र समर्थः - शक्तो विन्यासो - रचना यस्यास्तां, शृणोतीति श्रोता स चासौ जनश्च तस्य श्रोत्रमनसी - श्रवणचित्ते, तयोः प्रसादो - हर्षो जन्यते यया सा तथा । जननी - मातुरिव हितकारिणी सदुपदेशदायिनी स्वापत्यानां तथैषाऽपि भव्यानामिति भावना । अन्ये त्वत्रार्यायां चत्वार्यपि पदानि प्रथमाविभक्त्यन्तानि व्याख्यान्ति । संवेदनीमित्यार्यायां कुर्यादिति क्रियायाः कर्मपदानि योजयन्ति ॥ १८२ ॥
ધર્મમાં સ્થિરતાને ઉત્પન્ન કરનારા આ (ત્રણ)ને ઇચ્છતા સાધુએ ચાર પ્રકા૨ની ધર્મકથાનો અભ્યાસ કરવો જોઇએ એમ કહે છે—
ગાથાર્થ– સાધુ મિથ્યામાર્ગોમાં રહેલા દોષોને પ્રગટ કરવામાં સમર્થ રચનાવાળી વિક્ષેપણી અને શ્રોતાજનના કાન-મનને આહ્લાદ ઉત્પન્ન કરનારી આક્ષેપણી કથાને કરે.
ટીકાર્થ— વિક્ષેપણી— વિક્ષેપ=વિમુખ કરે તે વિક્ષેપણી. પરદર્શનથી વિમુખ કરે તે વિક્ષેપણી. શ્રોતાને પરદર્શનથી વિમુખ કરનારી કથા વિક્ષેપણી કથા. સાધુ ધર્મકથા એવી શૈલીથી કરે કે જેથી મિથ્યામાર્ગનો ઉચ્છેદ થાય. મિથ્યામાર્ગનો ઉચ્છેદ કરનારી ધર્મકથા વિક્ષેપણી કથા છે.
આક્ષેપણી=શ્રોતાને ધર્મ પ્રત્યે આક્ષેપ (=ધર્મ સન્મુખ) કરનારી ધર્મકથા આક્ષેપણી કથા. જેમ માતા હિતકા૨ક સદુપદેશથી બાળકોના કાન-મનને પ્રસન્ન કરે, તેમ સાધુ ધર્મકથા એવી રીતે કરે કે જેથી કથા સાંભળીને ભવ્ય શ્રોતાઓનાં કાન-મન પ્રસન્ન બને. એથી શ્રોતા ધર્મ સન્મુખ બને. આક્ષેપ=સન્મુખ કરે તે આક્ષેપણી. શ્રોતાને ધર્મની સન્મુખ કરે તે આક્ષેપણી. (૧૮૨)
संवेदनीं च निर्वेदनीं च धर्म्यं कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्याः ॥ १८३ ॥ પ્રશમરતિ • ૧૩૭