SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ब्रह्मलोके पञ्चरज्जुप्रमाणः पर्यन्ते रज्जुप्रमाणः चशब्दादूर्ध्वाधश्चतुर्दशरज्जुप्रमाणः । सर्वत्र जन्ममरणे समनुभूते, नास्त्येकोऽप्याकाशप्रदेशो यत्र न जातं न मृतं वा मयेति । रूपिद्रव्योपयोगांश्च रूपाणि च तानि द्रव्याणि च - परमाणुप्रभृतीन्यनन्तानन्तस्कन्धपर्यवसानानि तेषामुपयोगाः - परिभोगाः ( णामाः) मनोवाक्कायादिभिः कृतास्तांश्च । न च तैस्तृप्त इति चिन्तयेदिति ॥ १६० ।। લોક ભાવનાને કહે છે– , ગાથાર્થ– લોકના નીચેના, મધ્યના અને ઉપરના વિસ્તારને વિચારે. સર્વત્ર જન્મ-મરણને વિચારે. સર્વત્ર રૂપી દ્રવ્યોના ઉપયોગને વિચારે. ટીકાર્થ લોકજીવ-અજીવનું આધાર ક્ષેત્ર. લોક નીચેના ભાગમાં સાત રજ્જુ પહોળો છે, મધ્યભાગમાં એક રજ્જુ પહોળો છે. ઉપર બ્રહ્મલોકમાં પાંચ રજ્જુ પહોળો છે. અંતે એક રજ્જુ પહોળો છે. ઉપરથી નીચે સુધીની લંબાઇ ચૌદ રજ્જુ જેટલી છે. સર્વત્ર જન્મ-મરણને વિચારે–ચૌદ રાજલોકમાં બધા સ્થળે મેં જન્મ-મ૨ણ અનુભવી લીધા છે. ચૌદ રાજલોકમાં એક પણ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં હું (અનંતવાર) જન્મ્યો ન હોઉં અને મર્યો ન હોઉં એમ વિચારે. રૂપી દ્રવ્યોના ઉપયોગને વિચારે=૫૨માણુથી પ્રારંભીને અનંતાનંત સ્કંધ સુધીના બધા રૂપી દ્રવ્યોનો મેં ઉપયોગ=પરિભોગ કરી લીધો છે છતાં હું તેનાથી તૃપ્ત થયો નથી એમ વિચારે. (૧૬૦) स्वाख्यातधर्मभावनामाह ' धर्मोऽयं स्वाख्यातो, जगद्धितार्थं जिनैर्जितारिगणैः । येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ॥ १६१ ॥ રૂતિ વ્યત્તમ્ ॥ ૬ ॥ સ્વાખ્યાતધર્મ ભાવનાને કહે છે– ગાથાર્થ જેમણે શત્રુગણને જીતી લીધો છે એવા જિનોએ જગતના હિત માટે આ ધર્મ સારી રીતે કહ્યો છે. જે જીવો આ ધર્મમાં લીન બને છે તે જીવો સંસારસાગરને રમતથી પાર કરી જાય છે. (૧૬૧) પ્રશમરતિ - ૧૨૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy