SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– સર્વ સાધુઓનો લોક જ આધાર છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધનો ત્યાગ કરવો જોઈએ. ટીકાર્થ– લોકવિરુદ્ધ જન્મ-મરણના સૂતકના કારણે લોકોએ જે ઘરોમાં ભિક્ષાનો નિષેધ કર્યો હોય તે ઘરોમાંથી (કે નિંદ્ય ઘરોમાંથી) ભિક્ષા લેવી વગેરે લોકવિરુદ્ધ છે. ધર્મવિરુદ્ધ=મઘ-માંસ આદિનું સેવન કરવું વગેરે ધર્મવિરુદ્ધ છે.' (૧૩૧) अथ लोकानुवृत्तिमेव समर्थयतेदेहो नासाधनको, लोकाधीनानि साधनान्यस्य । सद्धर्मानुपरोधात्, तस्माल्लोकोऽभिगमनीयः ॥ १३२ ॥ देहः-शरीरं नासाधनकः, किंतु ससाधन एव । लोकाधीनानि-जनायत्तानि साधनानि-आहारोपधिप्रभृतीन्यस्य-देहस्य, तत् किं ? धर्मानुपरोधिनः(धतः)सद्धर्मस्य-क्षमादेरविरोधाल्लोकोऽभिगमनीयः, धर्मविरुद्धत्यागेनानुवर्तनीय इति // ૨૩૨ //. હવે લોકના અનુસરણનું જ સમર્થન કરે છે ગાથાર્થ– આહાર-વસ્ત્રાદિ સાધન વિના શરીર નથી=શરીરનો નિર્વાહ ન થાય. આહાર-વસ્ત્રાદિ સાધનો લોકને આધીન છેઃલોકો પાસેથી ભિક્ષા દ્વારા મેળવવાના છે. તેથી સાધુએ ક્ષમાદિ ધર્મને બાધ ન આવે તે રીતે લોકને અનુસરવું જોઇએ, અર્થાત્ ધર્મવિરુદ્ધનો (અને લોકવિરુદ્ધનો) ત્યાગ કરવા દ્વારા લોકને અનુસરવું જોઇએ. (૧૩૨) लोकानुवर्तने उपायमाहदोषेणानुपकारी, भवति परो येन येन विद्विष्टः । स्वयमपि तद् दोषपदं, सदा प्रयत्नेन परिहार्यम् ॥ १३३ ॥ ૧. અહીં ઓઘનિર્યુક્તિની ૪૪૪મી ગાથા પણ ઉપયોગી છે. તે ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે- “જે દેશ વગેરેમાં જે જીવો દીક્ષા, વસતિ અને આહાર-પાણીને આશ્રયીને જુગુણિત છે, તે દેશ વગેરેમાં તે જીવો જિનશાસનમાં નિષિદ્ધ કરાયેલા છે. આથી તેમનો પ્રયત્નથી ત્યાગ કરવો, અર્થાત્ તેમને દીક્ષા ન આપવી, તેમની વસતિમાં ન રહેવું, તેમના ઘરોમાંથી આહાર-પાણી ન લેવા.” પ્રશમરતિ • ૧૦૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy