SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ બની ગયેલા આત્માનું, સંસારમાં થતા જન્મ-મરણથી ભય પામનારા જીવે આચારાંગના અર્થને સ્પષ્ટ જાણીને, રક્ષણ કરવું જોઇએ. (૧૧૨) आचारस्तु पञ्चधेति दर्शयतिसम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिनैः प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत्, साध्वाचारः समधिगम्यः ॥ ११३ ॥ सम्यक्त्वादि पञ्च पदानि सुबोधानि कृतद्वन्द्वसमासानि तान्यात्मा-स्वरूपं यस्य स तथा जिनैः प्रोक्तः पञ्चविधः-पञ्चप्रकारोऽयं-पूर्वोक्तो विधिवद्यथावत् । क्रियाविशेषणम् । साध्वाचारः-अहोरात्राभ्यन्तरेऽनुष्ठेयः क्रियाकलापः समधिगम्यो-विज्ञेय इति ॥ ११३ ॥ આચાર પાંચ પ્રકારે છે એમ જણાવે છેગાથાર્થ– જિનેશ્વરોએ (આચારાંગ સૂત્રમાં) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એમ પાંચ પ્રકારે સાધુનો આચાર કહ્યો છે. એને વિધિપૂર્વક જાણવો જોઇએ. (૧૧૩) ૧૧૪ થી ૧૧૦ ગાથાઓની ભૂમિકા જયારે ગણધરોએ સૂત્રથી દષ્ટિવાદની રચના કરી ત્યારે સર્વપ્રથમ આચારાંગસૂત્રની રચના કરી હતી. વર્તમાનમાં આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધો (પ્રકરણો કે વિભાગો) છે. બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલિકા છે. મૂળ સૂત્રમાં જે વિષયો કહેવામાં ન આવ્યા હોય અથવા સંક્ષેપથી કહેવામાં આવ્યા હોય તે વિષયોને સમજાવવા માટે શ્રુતસ્થવિરોએ ચૂલિકાની રચના કરી છે. આથી બીજું શ્રુતસ્કંધ શ્રુતસ્થવિરકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધ ગણધરકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલિકા છે. પહેલી ચૂલિકામાં સાત, બીજી ચૂલિકામાં સાત, ત્રીજી ચૂલિકામાં એક અને ચોથી ચૂલિકામાં એક અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધના મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનનો ઘણા કાળથી વિચ્છેદ થયો હોવાથી વર્તમાનમાં આચારાંગના કુલ ૨૪ અધ્યયનો છે. પ્રસ્તુત ગ્રંથની ૧૧૪ થી ૧૧૭ એ ચાર ગાથાઓમાં આચારાંગના પ્રશમરતિ • ૮૮
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy