________________
શ્રી કુલક સમુચ્ચય. पत्तेवि सुद्धसम्मत्ते सत्ता सुत्तनिवत्तया । उवउत्ता जं न मग्गंमि हा ! पमाओ दुरंतओ ।।१८।। नाणं पठति पाठिंति नाणासत्थविसारया । भुल्लंति ते पुणो मग्गं हा पमाओ दुरंतओ ।।१९।। अन्नेसिं दिति संबोहं निस्संदेहं दयालुआ। सयं मोहहया तहवि पमाएणं अणंतसो ।।२०।। पंचसयाण मज्झमि खंदगायरिओ तहा। कहं विराहओ जाओ पमाएणं अणंतसो ।।२१।। तयावत्थं हओ खुड्ड देवेण पडिबोहिओ। अज्जसाढमुणी कळू पमाएणं अणंतसो ।।२२।।
શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થવા છતાં શ્રતના નિર્વર્તક-પ્રવર્તક એવા જીવો પણ જે માર્ગમાં ઉપયુક્ત રહેતા નથી તે દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. (તેથી તેવા દુરંત પ્રમાદને ધિક્કાર હો !) I૧૮II
વિવિધ શાસ્ત્રના વિશારદ પંડિતો અન્યને ભણાવે છે ને પોતે ભણે છે, છતાં તે પણ માર્ગને ભૂલી જાય છે, તે દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. TI૧૯ /
દયાળુ એવા મનુષ્યો અન્યને નિ:સંદેહ એવો સંબોધ (ઉપદેશ) આપે છે, છતાં પોતે અનંતી વાર પ્રમાદવડે હણાય છે. (તેથી તેવા પ્રમાદને ધિક્કાર હો !) પારા
પાંચસો શિષ્યોમાં (તે સઘળા આરાધક થયા પણ) ખંધક આચાર્ય કેમ વિરાધક થયા ? (તેનું કારણ ક્રોધરુપ પ્રમાદ જ છે). એવી રીતે પ્રમાદવડે જીવ અનંતી વાર વિરાધક થયેલ છે. Iીરના
તેવી અવસ્થાવાળા-પૃથ્વીકાય વિગેરે નામવાળા ક્ષુલ્લકોને (બાળકોને) હણનારા અષાઢામુનિ આર્યને દેવે પ્રતિબોધ પમાડ્યા. હા ! કષ્ટકારી હકીકત છે કે પ્રમાદ વડે આ જીવ અનંતી વાર હણાયો છે. નારરા