________________
૬૧
सूरिवि महुरामंगू सुत्तअत्थधरा थिरं । नगरनिद्धमणे जक्खो पमाएणं अनंतसो ।। २३।। जं हरिसविसाएहिं चित्तं चिंतिज्जए फुडं । महामुणीणं संसारे पमाएणं अनंतसो ।। २४ ।। अप्पायत्तं कयं संतं चित्तं चारित्तसंगयं । परायत्तं पुणो होइ पमाएणं अनंतसो ।। २५ । एयावत्थं तुमं जाओ सव्वसुत्तो गुणायरो । संपयंपि न उज्जुत्तो पमाएणं अणंतसो ।। २६ ।
हा हा तुमं कहं होसि पमायकुलमंदिरं ।
जीवे मुक्खे सयासुक्खे कि न उज्जमसी लहुं ।। २७ ।।
પ્રમાદપરિહાર કુલકમ્
મથુરાવાસી મંગુ નામના આચાર્ય સૂત્ર-અર્થને ધારણ કરનારા અને સ્થિર ચિત્તવાળા હોવા છતાં નગરની ખાળમાં યક્ષ થયા. પ્રમાદને કારણે આ રીતે અનંતી વાર બને છે. ।।૨૩।।
હર્ષ અને વિષાદવડે મુનિઓ જે સ્ફુટપણે વિચિત્ર ચિંતવન કરે છે તે તેમને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ પ્રમાણે પ્રમાદ અનંતી વાર કરે છે. ।।૨૪।।
ચિત્તને ચારિત્રસંગત બનાવી આત્માયત્ત (આત્માધીન) કર્યુ હોવા છતાં, તે ફરીથી પરાયત્ત (પરાધીન) થાય છે તે પ્રમાદનું જ ફળ છે. આ પ્રમાણે પ્રમાદે અનંતી વાર કર્યું છે. ।।૨૫।।
એવી અવસ્થાવાળો તું સર્વ સૂત્રનો પારગામી અને ગુણાક૨ (ગુણવાન) હોવા છતાં સાંપ્રતકાળમાં-અત્યારે તું તેમાં (સંયમમાં) ઉદ્યમવંત થતો નથી તે પ્રમાદનું જ ફળ છે. પ્રમાદે તેવું અનંતી વાર કર્યું છે. ।।૨૬।।
હા ! હા ! પ્રમાદના કુલમંદિર (સ્થાન) એવા તારું શું થશે ? તું શાશ્વત સુખવાળા મોક્ષમાં કેમ શીઘ્ર ઉદ્યમવાળો થતો નથી ? ।।૨૭।।