________________
૩૩
શ્રી ભાવ કુલકમ્ श्री भाव कुलकम्। (कर्ता : तपगच्छनायक श्री जगच्चन्द्रसूरि पट्टधर श्री देवेन्द्रसूरि) कमठासुरेण रइयंमि, भीसणे पलयतुल्लजलबोले । भावेण केवललच्छिं, विवाहिओ जयउ पासजिणो ।।१।। निच्चुण्णो तंबोलो, पासेण विणा न होइ जह रंगो। तह दाणसीलतवभावणाओ अहलाओ सव्व भाव विणा ।।२।। मणिमंतओसहीणं, जंततंताण देवयाणं पि । भावेण विणा सिद्धी, न हु दीसइ कस्सवि लोए ।।३।। सुहभावणावसेणं, पसन्नचंदो मुहुत्तमित्तेण । खविऊण कम्मगंठिं, संपत्तो केवलं नाणं ।।४।।
કમઠ નામના અસુરે રચેલા ભયંકર પ્રલયકાળના જેવા જળના ઉપદ્રવ વખતે પણ શુભ ભાવને ધારણ કરવાથી જેઓ કેવળજ્ઞાનરુપી લક્ષ્મીને વર્યા તે શ્રી પાર્શ્વપ્રભુ જયવંતા વર્તા. ||૧||
જેમ ચૂના (કાથા) વિનાનું તાંબુલ (નાગરવેલનું પાન) અને પાસ વિનાનું વસ્ત્ર રંગાતું નથી, તેમ ભાવ વિના દાન, શીલ, તપ અને ભાવનાઓ પણ ફળદાયી થઇ શકતાં નથી. મારા
મણિ, મંત્ર, ઔષધિ, યંત્ર-તંત્રની અને દેવતાની પણ સાધના જગતમાં કોઇને પણ ભાવ વિના સિદ્ધ થતી નથી. ૩
શુભ ભાવનાને યોગે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ માત્ર એક જ મુહૂર્તમાં કર્મની પ્રન્ટિ-ગાંઠને ભેદી નાખીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું |૪|
પોતાના અપરાધની નિંદા-ગર્ણ કરીને ગુરુણીના ચરણની સેવા (ક્ષમાપના) કરતાં શુભ ભાવથી જે કેવળજ્ઞાની થયાં તે મૃગાવતી સાધ્વી જયવંતો વર્તા. ||પના