________________
શ્રી કુલક સમુચ્ચય नियमित्तं नियभाया, नियजणओ नियपियामहो वा वि । नियपुत्तो वि कुसीलो, न वल्लहो होइ लोआणं ।।१७।। सव्वेसि पि वयाणं, भग्गाणं अत्थि कोइ पडिआरो। पक्कघडस्स व कन्ना, न होइ सीलं पुणो भग्गं ।।१८।। वेआलभूअरक्खस-केसरिचित्तयगइंदसप्पाणं । लीलाइ दलइ दप्पं, पालंतो निम्मलं सीलं ।।१९।। जे केइ कम्ममुक्का, सिद्धा सिझंति सिज्झिहिंति तहा । सव्वेसिंतेसिं बलं, विसालसीलस्स माहप्पं ।।२०।।
પોતાનો મિત્ર, પોતાનો બંધુ પોતાના પિતા, પોતાના પિતામહ-દાદા કે પોતનો પુત્ર હોય, તો પણ જો કુશીલ હોય તો તે લોકોને પ્રિય બનતો નથી. II૧૭ના
બીજાં બધાં વ્રત ખંડિત થયાં હોય તેને (આલોચના, નિંદા, પ્રાયશ્ચિત્તાદિક રૂ૫) સાંધવાનો કોઇને કોઇ ઉપાય હોઈ શકે છે, પણ પાકા ઘડાનો તૂટેલો કાનો સાંધી શકાતો નથી તેમ માત્ર એક વાર પણ ભાંગ્યું હોય તે શીલને અખંડ કરી શકતું (સંધાતુ) નથી. ||૧૮ ||
નિર્મલ શીલનું પાલન કરનારો મનુષ્ય વેતાલ, ભૂત, રાક્ષસ, કેસરી સિંહ, ચિત્તા, હાથી અને સર્પના અહંકારને પણ લીલામાત્રમાં દળી નાંખે છે. (૧૯
જે કોઇ મહાશયો સર્વ કર્મથી મુક્ત થઇને સિદ્ધિ પદને પામ્યા છે, વર્તમાનમાં સિદ્ધિપદને પામે છે અને ભવિષ્યકાળમાં પણ સિદ્ધિપદને પામશે, તે આ પવિત્ર શીલનો જ પ્રભાવ જાણવો. (ઉત્તમ શીલથી યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ થવાથી અવશ્ય સિદ્ધિ થાય જ છે, શીલનું-ચારિત્રનું આવું ઉત્તમ મહાભ્ય શાસ્ત્રકારોએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઇ ભવ્યજનોએ નિર્મળ શીલરત્નનું પાલન કરવા હંમેશા ઉદ્યમી રહેવું ઉચિત છે.) ૨૦ ||