________________
શ્રી તપઃ કુલકમ્ (૭) શ્રી તપ નમે છે. (कर्ता : तपगच्छनायक श्री जगच्चन्द्रसूरि पट्टधर श्री दवेन्द्रसूरि) सो जयउ जुगाइजिणो, जस्संसे सोहए जडामऊडो। तवझाणग्गिपज्जलिअ-कमिंधणधूमपंति व्व ।।१।। संवच्छरिअतवेणं, काउस्सग्गंमि जो ठिओ भयवं । पूरिअनिययपइन्नो, हरउ दुरिआई बाहुबली ।।२।। अथिरं पि थिरं वंकंपि उजुअंदुल्लहंपि तह सुलहं । दुस्सझंपि सुसज्झं, तवेण संपज्जए कज्जं ।।३।। छटुंछद्रेण तवं, कुणमाणो पढमगणहरो भयवं । अक्खीणमहाणसीओ, सिरिगोयमसामिओ जयउ ।।४।। सोहइ सणंकुमारो, तवबलखेलाइलद्धिसंपन्नो। निट्ठअ-खवडियंगुलिं, सुवण्णसोहं पयासंतो ।।५।।
તપ અને ધ્યાનરૂપ અગ્નિ વડે બાળી નાખેલા કર્મબન્ધનોમાંથી નીકળેલી ધૂમપંકિત હોય તેવો મસ્તકના કેશની જટા રુપ મુગટ જેમના બન્ને ખભા ઉપર શોભી રહ્યો છે તે પ્રભુ ઋષભદેવ જયવંતા વર્તો. સાલા
એક વર્ષ સુધી તપ વડે કાઉસ્સગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી (કેવળજ્ઞાન મેળવ્યું) તે બાહુબલી મહારાજ (અમારા) દુરિત-પાપોને દૂર કરો. |ીરા
તપના પ્રભાવથી અસ્થિર કાર્ય પણ સ્થિર થાય છે, વાંકુ (કઠિન) હોય તે પણ સરળ થાય છે, દુર્લભ પણ સુલભ થાય છે અને દુ:સાધ્ય પણ સુસાધ્ય થાય છે. [૩]
છઠ્ઠ છઠ્ઠનો સતત તપ કરતા જે “અક્ષીણ મહાનસી” નામની મહાલબ્ધિને પામ્યા તે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજ જયવંતા વર્તા. ||૪||
પોતાના થુંક વડે ખરડેલી આંગળીને સુવર્ણ કાંતિ જેવી શોભતી કરી દેખાડતા એવા સનકુમાર રાજર્ષિ તપોબળથી ખેલૌષધિ આદિ લબ્ધિઓને પામીને શોભી રહ્યા છે. / પી