________________
૨૭
શીલમહિમાગર્ભિતં શ્રી શીલ કુલકર્
सिरिवद्धमाणपहुणा, सुधम्मलाभुत्ति जीइ पठ्ठविओ । सा जयउ जए सुलसा, सारयससिविमलसीलगुणा ।। ११ । । हरिहरबंभपुरंदर-मयभंजणपंचबाणबलदप्पं । लीलाइ जेण दलिओ, सथूलमद्दो दिसउ भद्दं ।। १२ ।। मणहरतारुण्णभरे, पत्थिज्जंतो वि तरुणिनियरेणं । सुरगिरिनिच्चलचित्तो, सो वयरमहारिसी जयउ ।। १३ ।। थुणिउं तस्स न सक्का, सड्ढस्स सुदंसणस्स गुणनिवहं । जो विसमसंकडेसु वि, पडिओ वि अखंडसीलधणो । । १४ । । सुंदरि सुनंद चिल्लण-मणोरमा अंजणा मिगावई अ । जिणसासणसुपसिद्धा, महासईओ सुहं दिंतु ।। १५ ।।
अच्चकारिअ चरिअं सुणिऊण को न धुणइ किर सीसं । ના પ્રવુંકિગ-સીતા, મિત્ત્તવર્ફ-સ્થિવિ તું।।ધ્દ્દ।।
"
શ્રી વર્ધમાન પ્રભુએ (પણ) જેણીને ઉત્તમ ધર્મલાભ પાઠવ્યો હતો, તે શરદ ૠતુના ચન્દ્ર સમાન નિર્મળ શીલગુણવાળી સુલસા સતી જગતમાં જયવંતી વર્તો. ।।૧૧।। વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, અને ઇન્દ્રના પણ મદને ગાળી નાખનારા કામદેવની શક્તિનો ગર્વ પણ જેણે લીલા માત્રમાં સૂરી નાખ્યો તે શ્રી સ્થૂલભદ્ર મુનિરાજ સર્વનું કલ્યાણ કરો. ।।૧૨।।
મનોહ૨ ભર યૌવન વયમાં અનેક યુવતિ સ્ત્રી સમુદાય વડે (વિષય માટે) પ્રાર્થના કરાઇ છતાં પણ જે મેરુ ગિરિની જેમ નિશ્ચલચિત્તવાળા (દઢ) રહ્યા, તે શ્રીવજસ્વામી મહામુનિ જયવંતા વર્તો ||૧૩||
તે સુદર્શન શ્રાવકના ગુણ સમૂહને ગાવા કોઇ રીતે શક્ય નથી, કે જેણે ભારે સંકટમાં આવી પડ્યા (શૂળીએ ચઢ્યા) છતાં શીલરુપ ધનને અખંડ રાખ્યું ||૧૪ || સુંદરી, સુનંદા, ચેલણા, મનોરમા, અંજના અને મૃગાવતી વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ મહાસતીઓ સુખ આપો ! ||૧૫||
અચંકારીભટ્ટાનું અદ્ભુત ચરિત્ર સાંભળીને કોણ (પોતાનું) મસ્તક ન ધુણાવે? કે ભિલ્લપતિએ અત્યન્ત કદર્થના કરી હોવા છતાં જેણે સ્વશીલને અખંડ સાચવી રાખ્યું. ।।૧૬।।