SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય पज्जलिओ वि हु जलणो, सीलप्पभावेण पाणिअंहोइ । सा जयउ जए सीआ, जीए पयडा जसपडाया ।।६।। चालणीजलेण चंपाइ, जीए उग्घाडियं दुवारतिगं । कस्स न हरेइ चित्तं, तीए चरिअं सुभद्दाए ।।७।। नंदउ नमयासुंदरी, सा सुचिरंजीए पालियं सीलं । गहिलत्तणं पि काउं, सहिआ य विडंबणा विविहा ।।८।। भई कलावईए, भीसणरण्णम्मि रायचत्ताए । जं सा सीलगुणेणं, छिन्नंगा पुणन्नवा जाया ।।९।। सीलवईए सीलं, सक्कइ सक्को वि वण्णिउं नेव । रायनिउत्ता सचिवा, चउरो वि पवंचिआ जीए ।।१०।। જેના શીલના પ્રભાવથી પ્રજ્વલિત એવો પણ અગ્નિ ખરેખર જળરુપ થઇ ગયો એવી જેની યશ રૂપી પતાકા જગમાં આજે પણ ફરકી રહી છે, એ સીતાસતી જયવંતી વર્તો. I૬ શીલના પ્રભાવે કુવામાંથી ચાલણી દ્વારા કાઢેલા જલવડે જેણે ચંપા નગરીનાં (કોઇથી નહિ ઉઘડેલાં) ત્રણ દ્વાર ઉઘાડ્યાં હતાં, તે સુભદ્રાસતીનું ચરિત્ર કોના ચિત્તનું હરણ નથી કરતું ? /૭/ તે નર્મદાસુંદરી સતી સદા જયવંતી વર્તો, કે જેણીએ ગ્રહિતપણું આદરીને (ગાંડી બનીને) પણ શીલવ્રતનું પાલન કર્યું અને (શીલરક્ષા માટે) વિવિધ પ્રકારની વિડંબનાઓ સહન કરી. ||૮|| ભયંકર અટવીમાં (પોતાના પતિ) રાજાએ ત્યજી દીધેલી કલાવતી સતીનું કલ્યાણ થાઓ, કે જેના શીલગુણના પ્રભાવથી છેદાયેલાં પણ અંગો (હાથ) ફરી નવાં થઈ ગયાં હો સતી શીલવતીના શીલને યથાર્થરૂપે વર્ણવવાને શક્ર-ઇન્દ્ર પણ શક્તિમાન નથી કે જેણીએ રાજાએ મોકલેલા ચારે પ્રધાનોને છેતરી સ્વશીલનું રક્ષણ કર્યું હતું. ||૧૦||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy