________________
૨૫
શીલમહિમાગર્ભિતં શ્રી શીલ કુલકર્
६
शीलमहिमागर्भितं श्री शील कुलकर्म
(कर्ता : तपगच्छनायक श्री जगच्चन्द्रसूरि पट्टधर श्री देवेन्द्रसूरि ) सोहग्गमहानिहिणो, पाए पणमामि नेमिजिणवइणो । बाण भुयबलेणं, जणद्दणो जेण निज्जिणिओ ।। १ ।। सीलं उत्तमवित्तं, सीलं जीवाण मंगलं परमं । सीलं दोहग्गहरं, सीलं सुक्खाण कुलभवणं ।। २ ।। सलं धम्मनिहाणं, सीलं पावाण खंडणं भणियं । सलं जंतूण जए, अकित्तिमं मंडणं परमं ।। ३॥ नरयदुवारनिरुंभण-कवाडसंपुडसहोअरच्छायं । સુરતો-ધવલમંવિર-દ્દો પવનિસ્મેĪિ ||૪|| सिरिउग्गसेणधूआ, राइमई लहउ सीलवइरेहं । गिरिविवरगओ जीए, रहनेमि ठाविओ मग्गे ॥ ५ ॥
જેમણે બાલ્યવયમાં પોતાના ભુજાબળવડે કૃષ્ણજીને જીતી લીધા હતા, તે સૌભાગ્યના મહાભંડાર એવા શ્રીનેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણામ કરું છું ||૧||
શીલ-સદાચરણ પ્રાણીઓનું ઉત્તમ ધન છે, શીલ જીવોને પરમમંગલ રૂપ છે, શીલ દુ :ખ દારિદ્રને હરનારું છે અને શીલ સકળ સુખોનું ધામ છે. ।।૨।।
શીલ ધર્મનું નિધાન છે, શીલ પાપનાશક છે અને જગતમાં પ્રાણીઓનો સ્વાભાવિક શ્રેષ્ઠ શણગાર પણ શીલ છે. ।।૩।।
શીલ એ નરકનાં દ્વાર બંધ કરવાને દરવાજાની જોડ સમાન છે અને દેવલોકમાં ઉજ્વળ વિમાનો ઉપર આરુઢ થવા માટે ઉત્તમ નિસરણી સમાન છે. ।।૪।। શ્રીઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી શીલવંતીઓમાં શ્રેષ્ઠપણાને પામી કે જેણે ગુફામાં આવી ચડેલા અને મોહિત થએલા રહનેમિને સંયમ માર્ગમાં પુનઃ સ્થિર કર્યા. ।।૫।।