SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય सिरिसेयंसकुमारो, निस्सेयससामिओ कहं न होइ । फासुअदाणपवाहो, पयासिओ जेण भरहम्मि ।। १७ ।। कह सा न पसंसिज्जइ, चंदणबाला जिणिंददाणेणं । છમ્માસિત્ર-તવ-વિઞો, નિવિઓ ની વીનિનો ।।૮।। पढामाई पारणाई, अकरिंसु करंति तह करिस्संति । अरिहंता भगवंता, जस्स घरे तेसिं धुवा सिद्धी ।।१९।। जिणभवणबिंबपुत्थय संघसरूवेसु सत्तखित्तेसु । वविअंधणं पि जायइ, सिवफलयमहो अणंतगुणं ।। २० ।। ૨૪ જેણે પ્રાસુક (નિર્દોષ) પદાર્થોના દાનધર્મનો પ્રવાહ આ અવસર્પિણીકાળમાં ભરત ક્ષેત્રમાં ચલાવ્યો, તે શ્રીશ્રેયાંસકુમાર મોક્ષનો સ્વામી કેમ ન થાય ? ।।૧૭।। છ માસી તપવાળા ઘોર તપસ્વી શ્રીવીરપ્રભુને જેણે અડદના બાકુળાનું દાન આપીને સંતોષ્યા, તે ચંદનબાળા પ્રશંસાને કેમ ન પામે ? ।।૧૮।। અરિહંત ભગવંતોએ જેમના ઘરે પ્રથમ આદિ (તપનાં) પારણાં કર્યાં છે, કરે છે, અને કરશે તે આત્માઓની સિદ્ધિ (મોક્ષ) અવશ્ય થાય છે. ।।૧૯ || આશ્ચર્ય છે કે જિનમંદિર, જિનબિંબ, આગમ-પુસ્તક અને સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા રુપ ચતુર્વિધ સંઘ-એ સાતે ક્ષેત્રમાં વાવેલું ધન અનંતગુણ એવા મોક્ષફળને આપે છે. ।।૨૦।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy