________________
૯૭
किंपाकफलसमाणा, विसया हालाहलोवमा पावा । મુદ્દમઠુરત્તળસારા, પરિણામે વાળસહાવા ।।૬।। भुत्ता य दिव्वभोगा, सुरेसु असुरेसु तहय मणुएसु । નય નીવ ! તુ તિત્તી, નનળસ્સવ દુનિયરેહિં ।।૭।। जह संझाए सउणाणं, संगमो जह पहे य पहियाणं । સયબાળ સંગોળો, તદેવ મંચુરો નીવ ! ।।૮।। पियमाइभाइभइणी, -भज्जापुत्तत्तणे वि सव्वेवि । सत्ता अणंतवारं, जाया सव्वेसिं जीवाणं ।। ९॥ ता तेसिं पडिबंधं, उवरिं मा तं करेसु रे जीव ! । पडिबंधं कुणमाणो, इहयं चिय दुक्खिओ भमिसि ।। १० ।। जाया तरुणी आभरणवज्जिया, पाढिओ न मे तणओ । ઘૂયા નો પરિળીયા, મફળી નો ભત્તુળો ગમિયા ।।।। थोवो विहवो संपइ, वट्टइ य रिणं बहुव्वेओ गेहे । एवं चिंतासंतावदुभिओ दुःखमणुहवसि ।। १२ ।।
'
વૈરાગ્ય કુલકન્
ઇન્દ્રિયના વિષયો કિંપાકફલ તુલ્ય છે, હાલાહલ વિષે સમાન, ઉપભોગના પ્રારંભે મુહૂર્તમાત્ર ગમનારા છે, પરિણામે દારુણ સ્વભાવ વાળા છે. ।।૬।।
હે જીવ ! તે સુર-અસુર ગતિમાં દિવ્યભોગો તથા મનુષ્ય ગતિમાં પણ ભોગો ભોગવ્યા છતાં લાકડાના સમૂહથી અગ્નિની જેમ તને તૃપ્તિ થતી નથી ।।૭||
હે જીવ ! સંધ્યા સમયે પક્ષીઓનો સંગમ, માર્ગમાં પથિકોનો સંગમ જેમ ક્ષણિક છે તેમ સ્વજનોનો સંયોગ પણ ક્ષણિક છે. II૮।।
સર્વ જીવો બધા જીવોના પિતા-માતા-ભાઇ-બહેન પત્ની-પુત્રી રુપે અનંતવાર ઉત્પન્ન થયા છે. તેથી હે જીવ ! તેમના પર તું રાગ કરી નહિ. રાગ ક૨વાથી તું અહીંજ દુઃખી અવસ્થામાં પરિભ્રમણ કરી રહ્યો છે. I|૧૦||
પત્ની યુવાન છે પણ અલંકાર વિનાની છે, મેં પુત્ર ને બરાબર ભણાવ્યો નથી, છોક૨ી હજી પરણી નથી, બેન પતિને ત્યાં જતી નથી, હમણાં વૈભવ થોડો છે ને ઋણ ચૂકવવાનું ઘણું બાકી છે ઇત્યાદિ ચિંતા સંતાપથી દુભાયેલો તું દુ:ખ અનુભવે છે. ||૧૧-૧૨।।