SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચયા वैराग्य कुलकम् । २१ जम्मजरामरणजले, नाणाविहवाहिजलयराइन्ने । भवसायरे असारे, दुल्लहो खलु माणुसो जम्मो ।।१।। तम्मि वि आयरियखित्तं, जाइकुलरूवसंपयाउयं । चिंतामणि सारिच्छो, दुल्लहो धम्मो य जिणभणिओ ।।२।। भवकोडिसएहिं, परिहिंडिउण सुविसुद्धपुन्नजोएण। इत्तियमित्ता संपइ, सामग्गी पाविया जीव ।।३।। रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीयं । संझाणुरागसरिसं, खणरमणीयं च तारुन्नं ।।४।। गयकन्नचंचलाओ लच्छीओ तियसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ।।५।। જન્મ-જરા-મરણરુપ જલવાળા, વિવિધ પ્રકારના વ્યાધિરૂપ જળચર પ્રાણીઓથી વ્યાપ્ત, અસાર એવા સંસાર રુપ સાગરમાં મનુષ્ય જન્મ (પ્રાપ્ત થવો એ) અત્યંત દુર્લભ છે. TIRTI મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ આર્યક્ષેત્ર, ઉત્તમ આર્યજાતિ, કુળ, રુપ સંપદા, દીર્ઘ આયુષ્ય, જિનેશ્વર દેવે પ્રરુપેલો ચિંતામણિરત્ન સમાન ધર્મ પ્રાપ્ત થવા ક્રમશ: અતીવ દુર્લભ છે. 1રT હે જીવ ! કરોડો-અબજો ભવ સંસારમાં પરિભ્રમણ કર્યા પછી સુવિશુદ્ધ પુણ્યના યોગે વર્તમાન કાળે આટલી સામગ્રી પ્રાપ્ત થઇ છે. [૩] જગતમાં આ રુપ અશાશ્વત છે, આયુષ્ય વીજળીના ચમકારા જેવું ચંચળ છે, યુવાવસ્થા સંધ્યાના રાગ સમાન ક્ષણ માત્ર રમણીય છે. ||૪|| લક્ષ્મી હાથીના કાન સમાન ચંચળ છે, જીવોને વિષયોનું સુખ ઇન્દ્ર ધનુષ્ય સદશ છે. માટે હે જીવ ! તું એમાં મોહ પામીશ નહિ, તું બોધ પામ. ||પIT
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy