SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગી અને તપસ્વી સુરેન્દ્રનગરના સપૂત પૂ. પંન્યાસજી શ્રી પ્રમોદચંદ્રવિજય સ્મૃતિભવનનું ઉદ્ઘાટન અને તેમાં ગુમૂર્તિની પ્રતિષ્ઠાનો પ્રસંગ પણ શ્રી સંઘના ગૌરવને વધારે તે રીતે થયો. આ ભવ્યાતિભવ્ય પ્રસંગનો લાભ લેવા ભારતના ખૂણે ખૂણે વસતા સુરેન્દ્રનગરવાસી મહાનુભાવો પધાર્યા હતા. તેમજ અનેક પૂજ્ય આચાર્ય ભગવંત આદિ સાધુ-સાધ્વીજી મહારાજો, અનેક શ્રીસંઘો તથા ખ્યાતનામ મહાનુભાવોના મંગળ સંદેશાઓ પણ પ્રસંગની યશકલગી રૂપ બન્યા હતા. સરદારનગરમાં વસતા જૈનોની આરાધનાને અનુરૂપ સુંદર ઉપાશ્રય-આયંબિલભવન વગેરે સ્થાનના આદેશો-પૂજ્ય સાધુ-સાધ્વીજીમ માં થયેલ વિશિષ્ટ તપની અનુમોદના નિમિત્તે અપાયેલ. જિનશાસનના પ્રાણસમી જીવદયાની પુષ્ટિ અર્થે શ્રી સંઘ તરફથી વઢવાણ મહાજનને ઢોરના વાડા માટે એક શેડના રૂ. ૨૫000/ આપવાનું નક્કી કર્યું. તેમજ વઢવાણ-લીંબડી - ધાંગ્રધા-સાયલા-બોટાદ-ધંધુકા-મૂળી વગેરે પાંજરાપોળોને ઘાસચારા માટે રકમો જાહેર થઈ. બાલાશ્રમ-માનવસેવા સંઘ વગેરે સંસ્થાઓમાં મિષ્ટાન અપાયા હતા. રૂણાલયોમાં-દર્દીઓને બિસ્કીટ અપાયા-પાંજરાપોળોમાં ઘાસ-ખડ નંખાયા. જીવોને અભયદાન અપાયાં હતાં. કલેકટ૨ સાહેબ, સુધરાઈ પ્રમુખ શ્રી આર. ટી શાહ, ડી.એસ.પી સાહેબ, ડીસ્ટ્રીકટ જજ શ્રી પરીખ સાહેબ, સુધરાઇ કચેરી, પોલીસવડા તથા તંત્રી, મામલતદાર ઓફિસ, સ્થાનિક અન્ય અધિકારી વર્ગ, સુધરાઈ કોર્પોરેટરો સંઘના સ્થાનિક જુદા-જુદા મંડળો -કલબો -ચેમ્બર્સ, સોમપુરા તથા ભાઈઓ બહેનોનો પુરુષાર્થ મહોત્સવની સફળતાના પાયામાં પ્રાણસમાં હતા. ખરેખર મહોત્સવ સાફલ્યનું શ્રેય નામી-અનામી સ્થાનિક તેમજ બહારના સૌ કોઈના ફાળે જાય છે.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy