________________
૨૧
ઉપ૨ લીલી ધ્વજાનું આરોહણ એકીસાથે થયું હતું અને ૪૦ થી ૫૦ હજા૨ની જનમેદની સમક્ષ દાદાના શિખરે ધ્વજા લહેરાવી હતી. સુરેન્દ્રનગરની જનતા આ પ્રસંગે ઝૂમી ઊઠી હતી. “ પુણ્યાહં પુણ્યાહં, પ્રીયન્તાં પ્રીયન્તા”નો ગગનભેદી ગુંજા૨વ થઈ રહ્યો હતો. હજારો હાથોએ એકી સાથે અક્ષતથી વધામણા કર્યા-ખીમાડાના સુપ્રસિદ્ધ પ્રતાપ બેન્ડે સલામી આપી. વિરમગામના શરણાઇવાળાએ શરણાઈના સૂરો છોડયા-હાથીઓએ સૂઢ લાંબી ક૨ી અભિવાદન કર્યા. બહેનોએગીત ગુંજન કર્યા. રાસમંડળી રચી ગરબા લીધા.
૦ શ્રી સંઘનાં અન્ય ચા૨ જિનમંદિરોમાં તેમ જ રતનપરના જિનાલયમાં અંજનશલાકા થએલા જિનબિંબોના પ્રવેશ તથા પ્રતિષ્ઠાનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને તે સર્વ સ્થાને પણ અમીઝરણા થયા હતા.
સાધર્મિક ભક્તિ યોજના તેમજ સાધર્મિક મેડિકલ યોજનાના કાર્યને પણ વેગ મળ્યો હતો અને જાહેર જનતા માટે નેત્રમણિ યજ્ઞ અંગે એક કેમ્પ પણ ગોઠવાયો હતો.
પર્વાધિરાજ શ્રી પર્યુષણપર્વની સાધના અને શ્રી મહાવી૨ જન્મવાંચન દિવસે ઉપધાન તપનો નિર્ણય થતાં-તેનો આદેશ શ્રી સંઘે સવિતાબેન ચંદુલાલ શાહ પરિવા૨ને આપ્યો અને સી. કે. સંઘવીની વિશાળ જગ્યામાં તથા જૈન વાડીમાં ઉપધાનતપનું આયોજન થયું હતું. તે દરમ્યાન પૂજ્ય આચાર્ય ભગવંતો તથા સ્થાનકવાસી મુનિ શ્રી ભાસ્કર મુનિ મ. આદિની નિશ્રામાં દેરાવાસી-સ્થાનકવાસી સમગ્ર જૈન સમાજના સામુદાયિક ૩૦૦૦ સામાયિકનું આયોજન અનુપમ થએલ. ઉપધાનતપની ઉપાસના રૂડી રીતે થઈ. પૂર્ણાહુતિ પણ માળા૨ોપણ-ઉજમણું-ભવ્ય વ૨ઘોડો-સ્વામિવાત્સલ્ય વગેરે કાર્યો સાથે ઉત્સાહભેર થઈ
હતી.