________________
છા
૧૮ પૂ. મુનિ શ્રી નિર્મળચંદ્ર વિજયજી મ., પૂ. મુનિ શ્રી સુધર્મચંદ્રવિજયજી મ. ને ૪૫ ઉપવાસ, મુનિ શ્રી અનંતચંદ્ર વિજયજી મ.ને ૨૧ ઉપવાસ, પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી પ્રકાશચંદ્ર વિજયજી મ.ને સિદ્ધિતપ તેમજ સાધ્વીજી શ્રી ધન્યયશાશ્રીજી મ.તથા પૂ. સા. શ્રી ચિંતનરસાશ્રીજી મ. ને માસક્ષમણ; પૂ. સા. શ્રી નિર્મળયશાશ્રીજી, પૂ. સા. શ્રી અમિતરસાશ્રીજી, પૂ. સા. શ્રી તત્ત્વગુણાશ્રીજી, પૂ. સા. શ્રી ત્રિપદીયશાશ્રીજી અને પૂ. સા. શ્રી દર્શનયશાશ્રીજીને સિદ્ધિતપની સાધના અપ્રમત્તભાવે થઈ. તપસ્વીઓને શાતા પૂછવા સ્થાનકવાસી સંઘો તથા સુરેન્દ્રનગરના અનેક વેપારી એસોસિએશનના મંડળોનું વ્યાખ્યાન સમયે તપસ્વીઓની સુખપૃચ્છા આવવાના પ્રસંગો તો લોકહૈયાને હિલોળે ચઢાવે તેવા હતાં. મહોત્સવ મંડપો-કમાનો વગેરે તે રીતે કરવાના હતાં કે જ્યાંથી મહોરમના તાજીયા તે રસ્તે પ્રતિવર્ષ પસાર થતા હતા. તે અંગે સંઘના યુવકોએ જમાતમાં જઈને વાત કરી તો જવાબ મળ્યો કે ચિંતા ન કરો, અમારા મહોરમ તો બાર મહિને આવે જ છે, તમારા ભગવાનનો મહોત્સવ તો સો વર્ષે આવ્યો છે. અમો અમારા તાજીયાનો માર્ગ ફેરવી લઈશું - એ સિવાય અમારા યોગ્ય કાંઈ પણ કામ હોયતો નિઃસંકોચ જણાવશો.... કોમી એકતાના નારા લગાવવા કરતાં દિલની એકતાના દર્શન આ પ્રસંગે થયા. મંગલમય મહોત્સવનો મંગલ પ્રારંભ વિશ્વશાંતિ વિધાયક ત્રિદિવસીય શ્રી અરિહંત મહાપૂજનથી થયો. કલ્યાણકોની ઉજવણી અંગે આર. પી. પી. કન્યા વિદ્યાલયનું વિશાલ કંમ્પાઉન્ડ “ચંપાપુરી નગરી” તરીકે બની ગયું હતું. મંડપ અને ઈલેકટ્રિકની સજાવટથી આકર્ષાઇને તો ૫૦/પ૦