SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કીલોમીટ૨થી અઢારે આલમની જનતા દર્શન ક૨વા આવતી હતી. મંડપમાં ૧૫ થી ૨૦ હજા૨ની જનમેદની કલાકો સુધી તે રીતે સ્વયંભૂ બેસતી, જેથી ખ્યાતનામ સંગીતકા૨ શ્રી જયંતકુમા૨ રાહીની કલ્યાણક ઉજવણી અંગેની પદ્ધતિના કા૨ણે સ્વયંસેવકોની પણ જરૂરિયાત ન રહેતી... મહોત્સવના મંગળ વિધાન-માણેકસ્તંભારોપણ શ્રી શતાબ્દી મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી બાપાલાલ મનસુખલાલ શાહે, અ.સૌ નિર્મળાબેન સાથે સજોડે તથા તોરણ બાંધવાનું શ્રી સંઘના ભૂતપૂર્વ મંત્રીશ્રી ૨જનીકાંતભાઈએ, અ.સૌ ઇન્દુબેન સજોડે પોતાના વરદ્હસ્તે કર્યું. જયારે શ્રી વાસુપૂજયસ્વામીના પાંચે કલ્યાણકોની ઉજવણી અંગે-માત- પિતાની મુખ્યક૨ણી -શ્રી કયવંતભાઈ વકીલ તથા અ.સૌ કુસુમબેને અને ઇન્દ્ર-ઇન્દ્રાણીની ક૨ણી શ્રી સતીષભાઈ વો૨ા (મુંબઈ) તથા અ.સૌ જ્યોત્સનાબેને કરી અને૨ો લાભ લીધો. અંજનશલાકાના તે એક એક દિવસો સોનાનો સૂ૨જ ઉગ્યાનો અનુભવ કરાવે તેવા હતા. પ્રાચીન અને નવા જિનબિંબોની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા ક૨ાવવા અંગેની ઉછામણી, ભગવાનના ભક્તોની જિનભક્તિ અંગેનો હૈયાનો ઉલ્લાસ તો કલ્પનામાં ન આવે તે રીતે અનુભવાયો. જેઓને તે લાભ ન મળ્યો, તેઓની પ્રભુભક્તિની ઉત્કંઠા લક્ષ્યમાં રાખી એક “અક્ષયનિધિ'ની યોજના ક૨તાં સંઘનાં સેંકડો ભૂલકાઓથી લઈ સર્વ કોઈ સભ્યોએ તે અક્ષયનિધિનો ભંડા૨ છલકાવી દીધો. તે જ શ્રી વાસૢપૂજયસ્વામિ દાદા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની પ્રતીતિ કરાવતો હતો. આર્થિક રીતે અસમર્થ છતાં દિલના દિલાવ૨ કેટલાંય મહાનુભાવોનું મહોત્સવ ફંડ અને અક્ષયનિધિ ભંડા૨ પૂરવાનો ઉત્સાહ તો આંખ ભીની કરે તેવો હતો.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy